દિલ્હી પોલીસે 'આપ'ના મંત્રીઓની ઉપરાજ્યપાલને કરી ફરિયાદ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટેના બે મંત્રીઓ સોમનાથ ભારતી અને રાખી બિડલાના વ્યવહારને લઇને શુક્રવારે ઉપરાજ્યપાલ નજીબ જંગને એક રિપોર્ટ મોકલ્યો છે. આ રિપોર્ટમાં મંત્રીઓના હસ્તક્ષેપ ભરેલા વ્યવહારની ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ દિલ્હી પોલીસ પર વરસ્યાના એક દિવસ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મંત્રીઓ સોમનાથ ભારતી, રાખી બિડલા અને મનીષ સિસોદિયાની સાથે ઉપરાજ્ય પાલ સાથે મુલાકાત કરી અને તેમની સાથે આ મુદ્દે ચર્ચા કરી. પોલીસ કમિશ્નર બીએસ બસ્સી પણ આ દરમિયાન હાજર હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારમાં મંત્રી સોમનાથ ભારતી અને રાખી બિડલાએ કહ્યું હતું કે તેમને બે અલગ અલગ મુદ્દે પોલીસની મદદ માંગી હતી, જેમાં તેમને આરોપ લગાવ્યો હતો કે સંબદ્ધ અધિકારીઓએ તેમને સહયોગ આપ્યો નહી.

આ પહેલાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે ઉપરાજ્યપાલ નજીબ જંગ સાથે મળીને આ મુદ્દે ઉપાડશે. સોમનાથ ભારતી અને રાખી બિડલા પર પોલીસના કામમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ સાથે સંકળાયેલા સવાલ પર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે (મંત્રી) પોતે તપાસ કરી રહ્યાં નથી, બસ આ મુદ્દે પોલીસ કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે દિલ્હી પોલીસનું કામ શું છે? શું માદક પદાર્થની ગેંગ ચલાવનાર, સેક્સ રેકેટ ચલાવનાર, બળાત્કારીઓ અથવા પોતાની વહુને સળગાવનારને પકડવાનું દિલ્હી પોલીસનું કામ નથી?

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મંત્રી પોલીસને ફક્ત પગલાં ભરવા માટે કહી રહ્યાં છે પરંતુ દિલ્હી પોલીસ તેને પોતાના કામમાં હસ્તક્ષેપ માની રહી છે. જો આ હસ્તક્ષેપ છે તો આખી દિલ્હી તેમના કામમાં હસ્તક્ષેપ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે માદક પદાર્થ અને સેક્સ રેકેટ ચલાવનાર ગેંગના લીધે બળાત્કારની ઘટનાઓ થાય છે. પોતાના મંત્રીઓનો બચાવ કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની આ મુદ્દે દરમિયાનગિરી પોલીસકર્મીઓ સાથે અંગત દુશ્મની નથી.

aam-aadmi-party-logo

બીજી તરફ રાષ્ટ્રીય રાજધાનીમાં એક ડેનિશ મહિલા સાથે સામૂહિક બળાત્કાર થયો હોવાને ધ્યાનમાં રાખતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આકરી ટીકાનો સામનો કરી રહેલા દિલ્હી પોલીસ કમિશ્નર બીએસ બસ્સીએ કહ્યું હતું કે શહેરના લોકોની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે બળ પર્યાપ્ત રીતે સક્ષમ છે. અરવિંદ કેજરીવાલ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે જેમાં સરકારના મંત્રીઓએ કાર્યવાહીની માંગણી કરી હતી. તેમણે તેમાં સંલિપ્ત બે પોલીસ પ્રભારી અને બે એએસીને તાત્કાલિક સસ્પેંડ કરવાની માંગણી કરી હતી.

સોમનાથ ભારતી પોતાના કેટલાક સમર્થકોની પાસે બુધવારે મધ્યરાતે ખિડકી ગામ ગયા હતા જ્યાં એક ભવન પર રેડ મારવાની મનાઇ કર્યા બાદ પોલીસના એસીપી રેંકના અધિકારી સાથે બોલાચાલી થઇ ગઇ. ભારતીનો આરોપ છે કે તે બિલ્ડિંગમાં વેશ્યાવૃત્તિ અને માદર્થોની તસ્કરીનું રેકેટ ચાલે છે. ભારતીનો દાવો છે કે અમે એસએચઓ અને પોલીસકર્મીઓને તેમની ધરપકડ કરવા માટે કહ્યું પરંતુ તેમને અમારું ન સાંભળ્યું.

તેમને અમને કહ્યું કે તે રેડ પાડી ન શકે. પછી મેં કારણ પૂછ્યું. અમે ડીસીપીને ફોન કર્યો પરંતુ તેમને અમારા ફોનનો જવાબ ન આપ્યો. અમે પોલીસ કમિશ્નરને પણ ફોન કર્યો પરંતુ તેમને કંઇક બીજું કહ્યું. મંત્રીનો દાવો છે કે સ્થાનિક લોકો જાણે છે કે તે બિલ્ડિંગનો ઉપયોગ નશીલી દવાઓ અને સેક્સ રેકેટ માટે થઇ રહ્યો છે. પોલીસે જ્યારે બિલ્ડિંગ પર રેડ મારવાની મનાઇ કરી તો બોલાચાલી શરૂ થઇ ગઇ.

English summary
Delhi Lt Governor Najeeb Jung on Friday ordered probe into the raids initiated by Law Minister Somnath Bharti after the Delhi Police submitted a report complaining about the interference of two Aam Aadmi Party (AAP) ministers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.