For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે દિલ્હીમાં આયર્નની ગોળી ખાતા બાળકો બિમાર

|
Google Oneindia Gujarati News

sheila dikshit
નવી દિલ્હી, 18 જુલાઇ : બિહારના છપરામાં સર્જાયેલી કરુણાંતિકાનું રૂદન હજી બંધ નથી થયું, ત્યાં તો વળી રાજધાની દિલ્હીમાં પણ કંઇક આવા જ પ્રકારની ઘટના સામે આવી છે. દિલ્હીમાં આયર્નની ગોળી ખાવાથી 12 જેટલા બાળકો બિમાર પડી જવાથી ચકચાર મચી જવા પામી છે.

આ ઘટના દિલ્હીના ભારતનગર વિસ્તારની છે. બાળકોને આયર્નની ગોળીઓ ચાચા નેહરુ યોજના અંતર્ગત આપવામાં આવી હતી. બુધવારે 'બ્લૂ ડે' દરમિયાન બાળકોને ગોળીઓ વહેંચી હતી. આયર્નની ગોળી ખાઇને આખી રાત બાળકો હોસ્પિટલમાં રહ્યા.

જોકે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આ મામલે કઇપણ નિવેદન આપવાનો ઇનકાર કરી દીધો. ભારતનગર વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના છપરાની એક શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ 23 બાળકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને રાજકીય પક્ષો એકબીજાની પર કાદવ ઉડાવવા લાગ્યા હતા.

English summary
Delhi school kids fall sick after consuming iron supplements.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X