એક્સટ્રા ક્લાસના નામે પ્રિન્સિપાલ ટીચરનો રેપ કરતો હતો
સાઉથ દિલ્હીના જસોલા વિસ્તારમાં એક પ્રિન્સિપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. શુક્રવારે પોલીસે જણાવ્યું કે પ્રિન્સિપાલ પર કથિત રીતે ટીચરનો રેપ કરવાનો આરોપ છે.
સાઉથ દિલ્હીના જસોલા વિસ્તારમાં એક પ્રિન્સિપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. શુક્રવારે પોલીસે જણાવ્યું કે પ્રિન્સિપાલ પર કથિત રીતે ટીચરનો રેપ કરવાનો આરોપ છે. આ મામલે ત્યારે કેસ નોંધવામાં આવ્યો જયારે મહિલાએ સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધાવી અને જણાવ્યું કે પ્રિન્સિપાલે તેનો રેપ કર્યો છે. આ દરમિયાન પ્રિન્સિપાલે ઘણીવાર તેનો ગર્ભપાત પણ કરાવ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કર્યો અને જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીને મોકલી આપવામાં આવ્યો છે.

મળતી જાણકારી અનુસાર જસોલા ગામમાં આવેલી સ્કૂલમાં યુવતીએ ફેબ્રુઆરી 2017 દરમિયાન નોકરીની શરૂઆત કરી હતી. મહિલાએ જણાવ્યું કે આરોપીએ જૂન 2017 દરમિયાન તેને પોતાની ઓફિસમાં બોલાવી અને તેની કોલ્ડડ્રીંકમાં નશીલો પદાર્થ મેળવીને તેનો બળાત્કાર કર્યો. આ દરમિયાન તેને યુવતીની અશ્લીલ ફોટો ખેંચીને તેનો વીડિયો પણ બનાવ્યો. ત્યારપછી તેને યુવતીને ધમકી આપી કે જો તેને કોઈને પણ કહ્યું તો વીડિયો વાયરલ કરી દેશે. તેની સાથે સાથે આરોપી પીડિતાના ભાઈને મારવાની ધમકી પણ આપતો હતો.
આ પણ વાંચો: 16 વર્ષની કિશોરી પર ત્રણ સગીર સહિત 6 જણાએ પાંચ દિવસ સુધી કર્યો બળાત્કાર
પીડિત મહિલા ટીચરના આરોપ અનુસાર આ કામમાં સ્કૂલની બે મહિલા ટીચરે આરોપી પ્રિન્સિપાલનો સાથ આપ્યો હતો. પીડીતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે પાંચ વાર ગર્ભવતી થઇ હતી, ત્યારે આ ટીચરોએ જ તેને કેટલીક ગોળીઓ આપી હતી. પીડીતાએ આરોપ લગાવ્યો છે કે સ્કૂલની સાથે સાથે ગેસ્ટ હાઉસમાં પણ તેની સાથે પ્રિન્સિપાલે બળાત્કાર કર્યો છે. તેનો આરોપ છે કે આ બધાથી પરેશાન થઈને તેને આખરે 14 મેં 2019 દરમિયાન સ્કૂલથી પોતાનું રાજીનામુ આપી દીધું. પરંતુ 30 જૂને જયારે તે પોતાની બચેલી સેલરી લેવા માટે ગઈ ત્યારે તેની સાથે મારપીટ કરવામાં આવી અને તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: બીએસસી વિધાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી તેનો મિત્ર રેપ કરતો રહ્યો












Click it and Unblock the Notifications
