For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી હિંસાઃ સામે આવ્યો અંકિત શર્માનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ, ચાકૂના 12 નિશાન

અંકિત શર્માનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ખુલાસો થયો છે કે અંકિમ શર્મા પર ચાકૂથી વાર કરવા સાથે સાથે રૉડ અને દંડાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ઉત્તર-પૂર્વ દિલ્લીના વિસ્તારોમાં ભડકેલી હિંસામાં ઈંટેલીજન્સ બ્યૂરોના અધિકારી અંકિત શર્માની હત્યા કરી દેવામાં આવી હતી. અંકિત શર્માની હત્યા કેસમાં આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસેનને દિલ્લી પોલિસ ધરપકડ કરી ચૂકી છે. વળી, અંકિત શર્માનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ખુલાસો થયો છે કે અંકિમ શર્મા પર ચાકૂથી વાર કરવા સાથે સાથે રૉડ અને દંડાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.

શરીર પર ચાકૂના 12 નિશાન

શરીર પર ચાકૂના 12 નિશાન

અંકિત શર્માના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં તેમના શરીર પર ચાકૂના નિશાન મળી આવ્યા છે. આ નિશાન થાઈ, પગ, છાતી સહિત શરીરના પાછળના ભાગ પર મળી આવ્યા છે. અંકિતના શરીર પર ઈજાના કુલ 51 નિશાન હતા. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ 6 કટના નિશાન હતા. પોલિસ સૂત્રો મુજબ અંકિતના શરીર પર ચાકૂથી વારના ઉંડા નિશાન મળ્યા હતા. આ ઉપરાંત અંકિતના શરીર પર 33 ઈજાના નિશાન મળ્યા જેમાં રૉડ અને દંડાથી માથા અને શરીર પર હુમલો કરવામાં આવ્યો હતો.

શરીર પર કુલ 51 ઘાના નિશાન

શરીર પર કુલ 51 ઘાના નિશાન

આ પહેલા અંકિત શર્માના શરીર પર ઈજાના 400 નિશાન જણાવવામાં આવી રહ્યા હતા. લોકસભામાં થોડા દિવસો અગાઉ એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીના સવાલોના જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યુ હતુ, આઈબી ઑફિસર અંકિત શર્માના શરીર પર 400 ઘા હતા, જો આના પર બોલતા તો સારુ રહેત. શાહે કહ્યુ હતુ કે એસઆઈટીને અંકિત શર્માની હત્યાના કેસમાં મહત્વના સુરાગ મળ્યા છે અને એક વીડિયો પણ તેમને હાથ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે અંકિત શર્માનુ શબ ચાંદબાગ વિસ્તારના એક નાળામાંથી મળી આવ્યુ હતુ.

તાહિર હુસેનની પોલિસે કરી હતી ધરપકડ

તાહિર હુસેનની પોલિસે કરી હતી ધરપકડ

અંકિતના પરિવારજનોએ નેતા તાહિર હુસેનને તેમની હત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા અને પૂર્વ આપ નેતા સામે કેસ નોંધાવ્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે તાહિર હુસેનના સમર્થક અંકિતને ખેંચીને લઈ ગયા અને તેમની હત્યા કર્યા બાદ શબને નાળામાં ફેંકી દીધુ. અંકિત શર્માની હત્યાના કેસમાં દિલ્લી પોલિસે ગુરુવારે અન્ય એક આરોપા સલમાનની ધરપકડ કરી હતી જેને કડકડડૂમા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, જ્યાંથી તેને 4 દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો.

આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ દિલ્લીમાં પહેલુ મોત, ડાયાબિટીઝ-હાઈપરટેન્શન પીડિત હતા મહિલાઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ દિલ્લીમાં પહેલુ મોત, ડાયાબિટીઝ-હાઈપરટેન્શન પીડિત હતા મહિલા

English summary
delhi violence: ib official ankit sharma postmortem report, was stabbed 12 times
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X