For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી હિંસાઃ પોલીસ પર ફાયરિંગ કરનાર શાહરુખ કસ્ટડીમાં- સૂત્ર

દિલ્હી હિંસાઃ પોલીસ પર ફાયરિંગ કરનાર શાહરુખ કસ્ટડીમાં- સૂત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટને લઈ જેવી રીતે દિલ્હીમાં પાછલા બે દિવસથી હિંસા ભડકેલી છે, તે બાદ હિંસામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. જ્યારે આ હિંસા દરમિયાન જેવી રીતે એક વ્યક્તિએ 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, તેની ઓળખ કરી લેવામાં આવી છે. આ આરોપ યુવકનું નામ શાહરુખ છે. આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપી શાહરુખની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસના સૂત્રો મુજબ પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસામાં લાલ ટી શર્ટ પહેરેલા શાહરુખે ગોળી ચલાવી હતી, તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે.

8 રાઉન્ડ ફાયરિંગ થયું હતું

8 રાઉન્ડ ફાયરિંગ થયું હતું

મીડિયા રિપોર્ટ્સ મુજબ લાલ રંગની ટીશર્ટ પહેરેલ શખ્સે જાફરાબાદ વાળા રસ્તે પોલીસ સામે ફાયરિંગ કર્યું હતું, તેનું નામ શાહરુખ છે. તેણે લગભગ 8 રાઉન્ડ ફાયર કર્યા. પોલીસવાળાઓએ તેને રોકવાની કોશિશ કરી, પરંતુ તે અટક્યો નહિ અને તાબડતોડ ફાયરિંગ કરતો રહ્યો. વડિયોમાં યુવક પોલીસકર્મી તરફ દોડીને જતો હોય તેવું દેખાઈ રહ્યું હતું. જ્યારે દિલ્હી પોલીસની હિંસાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક રી. અને જલદીમાં જલદી હાલાત પર નિયંત્રણ મેળવવાના નિર્દેશ આપ્યા છે.

કેટલાય પોલીસકર્મી ઘાયલ

કેટલાય પોલીસકર્મી ઘાયલ

જણાવી દઈએ કે દિલ્હી હિંસામાં હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થઈ ગયું છે. તેને ગોકુલપુરીમાં માથામાં પથ્થર લાગ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામા આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું છે. તેઓ હિંસક ભડ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાન જ પથ્થરબાજી કરી રહેલા લોકોએ તેમના માથા પર પત્થર માર્યો હતો. આ ઉપરાંત ડીસીપી શાહદર અમિત શર્મા પણ હિંસામાં ઘાયલ થઈ ગયા. તેમના સિવાય અન્ય 10 પોલીસકર્મી પણ આ હિંસામાં ઘાયલ થયા છે. આ લોકોને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

5ના મોત 50 ઘાયલ

5ના મોત 50 ઘાયલ

ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાજેશ કાલરાએ જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલ રતન લાલ સહિત કુલ 5 લોકોના હિંસામાં મોત થયાં છે. તેમણે જણાવ્યું કે કુલ 50 લોકો હિંસામાં ઘાયલ થયા છે, આ લોકો પત્થરબાજી અને ગોળી ચલાવવાના કારણે ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસા દરમિયાન બે જૂથ વચ્ચે ટકરાવ થયો હતો. પ્રદર્શનકારીઓએ બે કાર અને એક ઈ રિક્શાને જાફરાબાદ વિસ્તારમાં આગના હવાલે કરી દીધો. જ્યારે સીએએનું સમર્થન કરી રહેલા પ્રદર્શનકારીઓએ ચાર દુકાનોમાં આગ લગાવી દીધી અને અન્ય દુકાનો પર પત્થરમારો કર્યો.

સીએએ વિરોધ: દિલ્હીના મૌજપુરમાં હિંસા ફાટી નીકળી, પોલીસ કર્મચારીનું મોત, ડીસીપી ઘાયલસીએએ વિરોધ: દિલ્હીના મૌજપુરમાં હિંસા ફાટી નીકળી, પોલીસ કર્મચારીનું મોત, ડીસીપી ઘાયલ

English summary
Delhi violence: Man who has been identified as Shahrukh opened fire at police detained.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X