For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં અત્યંત ભીષણ ગરમીનો પ્રકોપ, પારો પહોંચ્યો 49 ડિગ્રીને પાર

દેશની રાજધાની દિલ્લી ભીષણ ગરમીનો સામનો કરી રહી છે. જાણો હવામાન અપડેટ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લી ભીષણ ગરમીનો સામનો કરી રહી છે. સ્થિતિ એ છે કે 12 વાગ્યા પછી લોકોનુ ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ બની ગયુ છે. વધતો પારો અને દઝાડી દેતી ગરમ પવનોએ જીવવુ દુષ્કર બનાવી દીધુ છે. ધોમધખતો તાપ અને હીટવેવના કારણે દિલ્લીની ગરમીએ બધા રેકૉર્ડ તોડી દીધા છે. રવિવારે દિલ્લીનો પારો 49 ડિગ્રીને પાર પહોંચી ગયો. આ પહેલા શનિવારે દિલ્લીનુ તાપમાન 44.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ. જો કે, આવનારા દિવસોમાં ગરમીથી થોડી રાહત મળવાની સંભાવના છે.

delhi

દિલ્લી હાલમાં ભીષણ લૂનો સામનો કરી રહી છે. રવિવારના દિવસના તાપમાનની વાત કરીએ તો ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જઈ પહોંચ્યુ. તાપમાન નજફગઢમાં 49.1 ડિગ્રી, મુંગેશપુરમાં 49.2 ડિગ્રી, સ્પોર્ટસ કૉમ્પ્લેક્સમાં 48.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. રવિવારે હવામાન વિભાગે આગાહી કરી કે દિલ્લીના બેસ સ્ટેશન સફદરગંજ વેધશાળામાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી વધવાની સંભાવના છે.

શનિવારે 44.2 ડિગ્રી રહ્યુ તાપમાન

હવામાન વિભાગે શનિવારે સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતુ જે આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ હતુ. વળી, શુક્રવારે મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. જો કે, આગામી દિવસોમાં ગરમીથી થોડી રાહતની આશા રાખી શકાય છે કારણ કે IMDએ રવિવારે ધૂળ ભરેલી આંધી અથવા ગાજવીજ સાથે વાદળછાયુ આકાશ રહેવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 41 અને 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

1951 બાદથી આ વર્ષે બીજો સૌથી ગરમ એપ્રિલ

નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઓછા વરસાદ સાથે દિલ્હીએ 1951 પછી આ વર્ષે તેનો બીજો સૌથી ગરમ એપ્રિલ નોંધ્યો હતો જેમાં માસિક સરેરાશ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ હતુ. મહિનાના અંતમાં હીટવેવના કારણે દિલ્હીના ઘણા ભાગોમાં મહત્તમ 46 અને 47 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ.

English summary
Delhi weather: Maximum temperature reach 49 degree on Sunday in capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X