નોટબંધીને કારણે દેશની અર્થવ્યવસ્થા જોખમમાં - મનમોહન સિંહ

Written By:
Subscribe to Oneindia News

નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવા કોંગ્રેસ આઝે જનવેદના સંમેલન કરી રહ્યું છે. આ રેલીના પ્રમુખ છે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. આ સંમેલનમાં દેશભરના લગભગ 5000 પાર્ટી નેતા અને કાર્યકર્તા તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા છે. આ સંમેલનમાં પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધિત કરતાં મનમોહન સિંહે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મનમોહન સિંહે કહ્યું હતું કે, મોદીજી સતત એક જ વાત કહી રહ્યાં છે, કે તેઓ દેશની અર્થવ્યવસ્થાને ટ્રાંસફોર્મ કરી રહ્યાં છે. પરંતુ આ અર્થવ્યવસ્થાના અંતની શરૂઆત છે.

manmohan singh

જાણીતા અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણા મંત્રી મનમોહન સિંહે કહ્યું કે, મોદીજી 2 વર્ષથી કહી રહ્યાં છે કે રાષટ્રીય ખજાનામાં વધારો થયો છે, પરંતુ આ ખાલી કહેવાની વાતો છે. તેમણે કહ્યું કે નોટબંધીથી આખા દેશને ફટકો પડ્યો છે. થોડા જ મહિનાઓમાં પરિસ્થિતિ ખરાબમાંથી અતિ ખરાબ થઇ ગઇ છે.

આ પહેલાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધું જ નિશાન લગાવતા કહ્યું હતું કે, પહેવાર દુનિયાના લોકો ભારતના વડાપ્રધાનની મજાક ઉડાવી રહ્યાં છે, તે પણ નોટબંધીને કારણે. આ નિર્ણય માત્ર એક વ્યક્તિનો છે અને તે છે નરેન્દ્ર મોદી. નોટબંધીને કારણે ગાડીઓનું વેચાણ એટલું ઘટી ગયું છે કે આપણે 16 વર્ષ પહેલાની પરિસ્થિતિમાં આવીને ઊભા છીએ. કોંગ્રેસ જ્યારે સત્તામાં પાછી ફરશે, ત્યારે જ સારા દિવસો(અચ્છે દિન) આવશે.

English summary
Narendra Modi keeps on saying he will transform economy of India, we know now that the beginning of the end has come said Former PM Manmohan Singh.
Please Wait while comments are loading...