ઉત્તર ભારતમાં ઠંડીની શીત લહેર અને ગાઢ ધુમ્મસથી લોકો હેરાન-પરેશાન

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા થોડા સમયથી સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે, દિલ્હી નિવાસીઓની આજ સવારની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થઇ છે. આ ધુમ્મસને કારણે દિલ્હીથી જતા 70 ટ્રેનો લેટ છે અને 7 ટ્રેન રદ કરવામાં આવી છે.

fog

તો બીજી બાજુ યુપીના બનારસમાં પણ આજનો દિવસની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થઇ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાક દરમિયાન વધુ ઠંડી પડવાની સાથે જ ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર હિમાચલ અને જમ્મુ કશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર રાજ્યના મોટોભાગના વિસ્તારો પર જોવા મળી છે.

શીત લહેરની અસર વધી
શીત લહેરની અસર વધવાની સાથે જ તાપમાન ઓછું થયું છે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિર્ગી સેલ્યિયસની આસપાસ થઇ ગયું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આવનારા 24 કલાકોમાં ઠંડી તથા ધુમ્મસની અસર જોવા મળશે.

English summary
Delhi, Bihar, East Uttar Pradesh residents woke up to a foggy morning, 70 trains late and 7 cancelled.
Please Wait while comments are loading...