નોટબંધી પછી પૈસા જમા કરાવવા પર સરકારે કરી આ જાહેરાત

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધીની જાહેરાત પછી નરેન્દ્ર મોદી સરકારે સોમવારે એક અન્ય મોટી જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ જાહેરાત મુજબ જૂની નોટોને જમા કરવવાની સીમા હવે 5000 રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી છે. જૂની નોટો તમે એક વખતમાં ખાલી 5000 રૂપિયા સુધી જ જમા કરાવી શકશો.

modi


નાણાં મંત્રાલયના આદેશ મુજબ 30 ડિસેમ્બર સુધી જૂની નોટો જમા કરવવાની સીમામાં હવે તમે એક વખતમાં ખાલી 5000 રૂપિયા સુધી જ નોટ જમા કરાવી શકશો. વધુમાં નાણાં મંત્રાલયે પોતાની જાહેરાતમાં જણાવ્યું છે કે જો કોઇ વ્યક્તિ 5000 રૂપિયાથી વધુ રૂપિયાની જૂની નોટ પોતાના એકાઉન્ટમાં જમા કરાવે છે. તો તેને આ સવાલોના જવાબ પણ આપવા પડશે. તેને જણાવું પડશે કે આ પહેલા તેણે નોટ બેંકમાં કેમ જમા નહતા કરાવ્યા.
નવી નોટો પર કોઇ લિમિટ નહીં.

તે સિવાય 5000 રૂપિયાથી વધુ જૂની નોટો તે જ એકાઉન્ટમાં જમા કરાવી શકાશે જેમાં કેવાયસી એક્ટિવેટ હોય. નોંધનીય છે કે નવી નોટોને જમા કરાવવાને લઇને કોઇ પણ લિમિટ લાગુ નથી પાડવામાં આવી. આ નિયમ ખાલી જૂની નોટોના જમા કરાવવા પર જ લાગુ છે.

English summary
Deposit of avobe Rs 5000 shall be made only once until December 30th 2016.
Please Wait while comments are loading...