રાજ્યના કાયદા સચિવ પદે ન્યાયાધીશોની નિયુક્તિ કરો : સુપ્રીમ કોર્ટ

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ તથા રાજયોની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓના સંમેલનમાં આ પ્રસ્તાર સર્વ સંમતિથી પાસ કરવામાં આવ્યો હતો.
ગત 9 એપ્રિલ, 2013ના રોજ પાસ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવાયું હતું કે, રાજયોમાં જિલ્લા લીગલ સચિવ ઓથોરિટી માટે રાજય સચિવનો હોદો રચવા તથા તેની પર પણ ન્યાયિક અધિકારીને જ નિયુકત કરવાનો પ્રસ્તાવ અપાયો છે. સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવ અનુસાર રાજયોમાં કાયદા સચિવ, લીગલ રિમેજાલોન્સર, લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવ પદે જિલ્લા જજ અથવા ચીફ ડિસ્ટ્રીકટ જજ હોવા જોઇએ આ પ્રસ્તાવને ત્રણ મહિનામાં લાગુ કરવા જણાવાયું છે.
પ્રસ્તાવ અનુસાર જિલ્લા જજ કાયદા સચિવ બનવાથી વહીવટીતંત્ર તથા કાર્યપાલિકા વચ્ચે તે એક સેતુનું કામ કરશે. સાથે જ પ્રણાલીનું પણ દુરસ્ત કરવામાં મદદ કરશે.












Click it and Unblock the Notifications
