Maharashtra Election 2024 : મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી કૂદકો માર્યો, જાણો કેમ?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ બીજેપીની સહયોગી પાર્ટીઓના ગઠબંધન મહાયુતિમાં હંગામો મચી ગયો છે.
વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દેતા રાજનીતિ તેજ થઈ છે.

અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર અને અજિત પવાર ગૂઠના ધારાસભ્ય નરહરી ઝિરવલ અને તેમના કેટલાક સાથીઓએ મંત્રાલયના ત્રીજી માળે કુદકો મારી દીધો. તેમણે આ પગલુ ધનગર સમાજને ST કોટામાંથી રીઝર્વેશન ન મળવાના વિરોધમાં ઉઠાવ્યુ.
આ ઘટનામાં સારા સમાચાર એ છે કે બહાર દિવાલો સાથે જાળીઓ લાગેલી હોવાથી તે સુરક્ષિત બચી ગચા. ઝિરવલ રાજ્ય સરકાર દ્વારા ધનગર સમાજને ST કેટેગરીમાં આરક્ષણ આપવાની પ્રક્રિયાને લઈને નારાજ હતા.
તેમણે આક્ષેપ કર્યો છે કે તેમની માંગણીઓ અવગણવામાં આવી રહી છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજનીતિ તેજ થઈ છે. હવે આદિવાસી આદિવાસી સમુદાયના ધારાસભ્યો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
#WATCH | NCP leader Ajit Pawar faction MLA and deputy speaker Narhari Jhirwal jumped from the third floor of Maharashtra's Mantralaya and got stuck on the safety net. Police present at the spot. Details awaited pic.twitter.com/nYoN0E8F16
— ANI (@ANI) October 4, 2024
અહેવાલો એવા પણ છે કે ઝિરવલએ અગાઉ પણ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મુલાકાત ન થઈ શકતા તેઓ નારાજ થઈ ગયા હતા અને આ પગલુ બરી લીધુ.
ઘટના બાદ તેમને અને તેમના સાથી ધારાસભ્યોને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા છે. હવે આ મુદ્દે મહારાષ્ટ્રની રાજનીતિ ભડકી શકે છે. પહેલેથી જ ભારે વિરોધનો સામનો કરી રહેલી શિંદે સરકારને આના ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
