બળાત્કારનો આરોપી રામ રહીમ જેલમાં, ડેરામાં શરૂ થઈ આવી ગતિવિધિઓ
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત બાબા રામ રહીમ હાલમાં સાધ્વીઓ પર બળાત્કાર મામલે જેલમાં સજા કાપી રહ્યા છે. પરંતુ ઘણા સમય બાદ તેમના ડેરામાં રોનક પાછી આવી છે. તેમના અનુયાયી ફરીથી સક્રિય થઈ ગયા છે. તેમના ભક્ત હવે ડેરામાં નામ ચર્ચાના બહાને ભેગા થવા લાગ્યા છે.

દર રવિવારે નામ ચર્ચાનો સિલસિલો શરૂ
બાબા રામ રહીમનો એક ડેરો હિમાચલપ્રદેશના કાંગડા જિલ્લાના લગરોટામાં ચચિયાં પાસે છે. હરિયાણાના સિરસામાં મુખ્ય કેન્દ્ર છે. હાલમાં હિમાચલના ડેરામાં પણ ચહલ પહલ જોવા મળી રહી છે. તો સિરસામાં પણ દર રવિવારે નામ ચર્ચાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. હિમાચલમાંથી પણ તેમના ભક્ત સિરસા જવા લાગ્યા છે.
વાસ્તવમાં બળાત્કારી બાબા રામ રહીમના ડેરાની કમાન તેમની મા નસીબ કૌરે સંભાળી લીધી છે. હાલમાં નસીબ કૌર જ ડેરાના ખોવાઈ ગયેલા વૈભવને પાછો લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ડેરા પ્રમુખ બાબા ગુરમીત રામ રહીમ જેલમાં ગયા બાદ ડેરાની ચમક ખતમ થવા લાગી હતી. હિમાચલના આ ડેરામાં પણ રોનક ગાયબ થઈ ગઈ હતી. હવે પરિસ્થિતિ થોડી બદલાઈ છે.

નસીબ કૌરે ડેરાની કમાન પોતાના હાથોમાં સંભાળી
મળતી માહિતી મુજબ થોડાક મહિના પહેલા માતા નસીબ કૌર રામ રામ રહીમને સુનિયારા જેલમાં મળી હતી તે દરમિયાન રામ રહીમે પોતે પોતાની મા ને ડેરો સંભાળવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ નસીબ કૌરે ડેરાની કમાન પોતાના હાથોમાં સંભાળી લીધી છે. જો કે નસીબ કૌર હાલમાં રાજસ્થાનના ગંગાનગરના ગુરુસર મોડિયામાં રહે છે પરંતુ દર રવિવારે તે સિરસા ડેરામાં આવવા લાગ્યા છે. એટલુ જ નહિ રોહતકની સુનારિયા જેલમાં રામ રહીમને મળવા નસીબ કૌર સતત જવા લાગ્યા છે. સિરસા ડેરામાં દર રવિવારે આયોજિત થનાર નામ ચર્ચા કાર્યક્રમમાં નસીબ કૌર કાયદેસર શામેલ થાય છે. તે દેશના બીજા ભાગોમાં બનેલા ડેરાના ઈન્ચાર્જને પણ આ દરમિયાન મળે છે. જેનાથી હવે ધીરે ધીરે રામ રહીમનું સામ્રાજ્ય ફરીથી પાટા પર ચાલવા લાગ્યુ છે.

રામ રહીમના રેકોર્ડેડ પ્રવચન સંભળાવવામાં આવી રહ્યા છે
ડેરાના સમર્થક જણાવે છે કે છેલ્લા થોડા સમયથી પરિસ્થિતિ એવી બની છે કે ડેરાની કમાન નસીબ કૌરના હાથમાં સોંપ્યા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો. ડેરા પ્રમુખને બળાત્કાર મામલે સજા મળ્યા બાદ ડેરાની સંચાલન સમિતિ ખતમ થઈ ગઈ હતી. કારણકે તેની ચેરપર્સન વિપશ્યના ઈનસાં અને પ્રવકતા આદિત્ય ઈનસાં જેવા મુખ્ય લોકો અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હતા. પંચકૂલા હિંસામાં પોલિસ તેમની પણ શોધ કરી રહી છે. ડેરાના વાઈસ ચેરમેનની સામે પણ પોલિસે એરેસ્ટ વોરન્ટ જારી કર્યો છે. તે ભૂમિગત છે. હાલમાં હિમાચલના ડેરા તેમજ સિરસામાં વ્યાપારિક ગતિવિધિઓ હજુ શરૂ નથી થઈ પરંતુ અહીં હવે રામ રહીમના રેકોર્ડેડ પ્રવચન સંભળાવવામાં આવી રહ્યા છે તેમજ નામ ચર્ચાના બહાને સંસ્થામાં નવા લોકો પણ જોડવામાં આવી રહ્યા છે. સિરસામાં શાહ સતનામ હોસ્પિટલ પણ શરૂ થઈ ગઈ છે.