મુંબઇ એરપોર્ટ પરથી ચાર કરોડના હીરા 'ગાયબ'

સાહર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર હીરા વ્યાપાર કંપનીના કર્મચારીએ 16 મેના રોજ એર કાર્ગોથી બેલ્જિયમ માટે 24 પેકેટ હીરા મોકલ્યા હતા. બેલ્જિયમની કંપનીના પ્રતિનિધીને તેને મળ્યાની પુષ્ટિ કરવાની હતી.જો કે બેલ્જિયમની કંપનીના પ્રતિનિધિએ ફક્ત 23 પેકેટ મળ્યા હોવાની પુષ્ટિ કરી હતી.
ભારતીય કંપનીના કર્માચારીએ શુક્રવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દાવો કર્યો છે કે હવાઇ મથક પરિસર અને એવા વિસ્તારો સુધી પહોંચ ધરાવનાર લોકોને પુછપરછ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
