• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કૈલાશ માનસરોવર યાત્રાઃ રાહુલ ગાંધીના નોનવેજ ખાતા વાયરલ સમાચારનું સત્ય

|

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન વિવાદ ઉભો થઈ ગયો છે. નેપાળી મીડિયામાં છપાયેલ સમાચાર મુજબ રાહુલ ગાંધીએ નેપાળમાં નોનવેજ ખાધુ. આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાયા બાદ નેપાળના વુટ્ર રેસ્ટોરન્ટે ફેસબુક પર સફાઈ આપી છે. રેસ્ટોરાએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ વેજ ભોજન લીધુ હતુ અને તેના મેન્યુ વિશે રેસ્ટોરન્ટ તરફથી મીડિયામાં કોઈ નિવેદન આપ્યુ નથી. રેસ્ટોરન્ટની સ્પષ્ટતા બાદ આ મામલો શાંત થતો દેખાઈ રહ્યો હતો, પરંતુ ભારતીય ચેનલે રેસ્ટોરન્ટના વેઈટર સાથે વાત કરી લીધી. વેઈટર કહી રહ્યો છે કે રાહુલ ગાંધીએ ચિકન કુરકુરે અને નોપાળી નોનવેજ ડીશ નેવારી ખાધી. કહાની એકદમ ઉલઝી ગઈ છે. છેવટે કોનુ સાચુ માનીએ વેઈટરનું કે રેસ્ટોરન્ટના સ્ટેટમેન્ટનું? વેજ અને નોનવેજથી અલગ આ સમાચારના બીજા ઘણા પાસાં છે.

31 ઓગસ્ટે નેપાળ પહોંચ્યા હતા રાહુલ ગાંધી ત્યારે મોદીજી ત્યાં જ હતા

31 ઓગસ્ટે નેપાળ પહોંચ્યા હતા રાહુલ ગાંધી ત્યારે મોદીજી ત્યાં જ હતા

રાહુલ ગાંધીના નોનવેજ ખાવા અંગે સમગ્ર વિવાદ એ તર્કના આધાર પર ઉભો થયો છે કે તેમણે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રાહુલ ગાંધી 31 ઓગસ્ટે નેપાળ પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી બિમ્સટેક સમિટમાં ભાગ લેવા માટે 31 ઓગસ્ટે જ નેપાળ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી 31 ઓગસ્ટે નેપાળમાં રોકાયા બાદ આગલા દિવસે લ્હાસા માટે નીકળી ગયા કારણકે કૈલાશ માનસરોવર યાત્રા માટે અહીંથી જ રસ્તો જાય છે. એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે છેવટે રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રા ક્યાંથી શરૂ માનવામાં આવે? તર્ક આપવામાં આવી રહ્યો છે કે નેપાળ તો સ્ટોપેજ માત્ર છે. અસલી યાત્રા તો તિબ્બત પહોંચ્યા બાદ જ શરૂ થશે કારણકે કૈલાશ માનસરોવર તિબ્બતમાં છે નેપાળમાં નહિ.

આ પણ વાંચોઃ અટલ પેન્શન યોજના સંબંધિત 15 સવાલો જે તમારા મનમાં ઉઠી શકે છે

ક્યારથી શરૂ માનવામાં આવે રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રા

ક્યારથી શરૂ માનવામાં આવે રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રા

હિંદુ માન્યતાઓ અનુસાર પોતાના ઘરેથી કોઈ ધાર્મિક સ્થાન માટે નીકળતા જ તીર્થયાત્રા શરૂ માનવામાં આવે છે. એવામાં આ તર્ક તો યોગ્ય નથી કે નેપાળ સ્ટોપેજ માત્ર છે કારણકે રાહુલ ગાંધીની યાત્રા એ વખતે શરૂ થઈ ગઈ જ્યારે તે પોતાના ઘરેથી કૈલાશ માનસરોવર માટે નીકળ્યા. હવે બચ્યા બે સવાલ - પહેલો શું કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન નોનવેજ ખાવુ યોગ્ય છે ? બીજો - શું રાહુલ ગાંધીએ નોનવેજ ખાધુ છે કે નહિ? બંને સવાલોના જવાબ શોધીએ.

હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી વાત જરા રાજકીય લાગે છે

હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી વાત જરા રાજકીય લાગે છે

વૈષ્ણવ અને શિવ માર્ગ ભક્તિની બે ધારાઓ એક જ સાગરમાં જઈને મળે છે. સ્વયં વિષ્ણુ ભગવાન શિવની ઉપાસના કરે છે અને શિવજી પોતાના આરાધ્ય વિષ્ણુને માને છે. હિંદુ ધર્મગ્રંથો મુજબ વિષ્ણુએ જ્યારે રામ અને કૃષ્ણના રૂપમાં ધરતી પર અવતાર લીધો ત્યારે શિવ તેમના દર્શનો માટે તે જ કૈલાશથી ઉઘાડા પગે ભાગીને આવી ગયા હતા, જેના યાત્રા પર આજે રાહુલ ગાંધી છે. ત્યારબાદ શિવ અને વિષ્ણમુના માર્ગમાં અંતર છે. વૈષ્ણવ માર્ગને માનનારા માંસાહાર કરતા નથી. તે કડક નિયમોનું પાલન કરે છે પરંતુ શિવ કોઈને બાધ્ય કરતા નથી. શિવની જાનમાં ભૂતપ્રેત બધા નાચતા જોવા મળે છે. એનો અર્થ એ કે તેમને નોનવેજ કે વેજ કોઈનાથી વાંધો નથી. એવામાં કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન નોનવેજ ખાવાથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની વાત જરા રાજકીય લાગે છે.

હવે બચ્યો અંતિમ સવાલ, રાહુલ ગાંધીએ નોનવેજ ખાધુ કે નહિ?

હવે બચ્યો અંતિમ સવાલ, રાહુલ ગાંધીએ નોનવેજ ખાધુ કે નહિ?

રાહુલ ગાંધી થોડા મહિના પહેલા કર્ણાટક ગયા હતા. ત્યારે સમાચાર ફેલાયા હતા કે તે માંસાહાર કર્યા બાદ મંદિર ગયા. આ સમાચારની તપાસ એક પત્રકારે કરી તો તેણે જાણ્યુ કે એક લોકલ રિપોર્ટરે રાહુલ ગાંધીના સ્ટાફને માછલી લઈ જતા જોયા હતા. તેને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેને કેવી રીતે ખબર પડી કે આ માછલી રાહુલ ગાંધી માટે જ લઈ જવામાં આવી હતી. તેના પર તેણે જવાબ આપ્યો કે મે માછલી લઈ જતા જોયા, મને સમાચાર મળી ગયા, હવે રાહુલ ગાંધીએ માંસાહાર નથી કર્યો તો તેઓ પોતે આવીને કહી દેશે. ઘણી વાર સમાચારો એ રીતે પણ હોબાળો કરી દે છે. હાલના વિવાદની વાત કરીએ તો નેપાળનું રેસ્ટોરન્ટ કહે છે વેજ ખાધુ. વેઈટર કહે છે નોનવેજ ખાધુ. કોના પર વિશ્વાસ કરવો. મામલો 50-50 છે. કંઈ પણ કહેવુ મુશ્કેલ.

આ પણ વાંચોઃ શું આપણા પડોશી દેશોમાં સસ્તુ વેચાઈ રહ્યુ છે પેટ્રોલ-ડિઝલ?

English summary
Did Rahul Gandhi eat Chicken Kurkure in Kailash Mansarovar Yatra, read here real truth of this viral story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more