દિગ્ગીનો બબળાટઃ '10 માથાવાળા થઇ ગયા છે નરેન્દ્ર મોદી'

તેમણે કહ્યું કે 3ડી ટેક્નોલોજીથી મોદી એક સ્થાને બોલશે અને 10 જગ્યાઓ સુધી તેમની વાત પહોંચશે. આતો રામાયણના એ વ્યક્તિ સમાન છે, જેને '10 માથા હતા', આ જ હાલ મોદીનો છે.
સાથે જ કેન્દ્ર સરકારની સબસિડીના પૈસાને સીધા ખાતામાં જમા કરવામાં આવેલા નિર્ણય અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સિંહે કહ્યું કે, તેનો વિરોધ મધ્યસ્થી અને દલાલો કરી રહ્યાં છે કારણ કે તેનાથી તેમના નફા પર કાપ આવી જશે.
નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નવો કીમિયો અપનાવતા 3ડી અભિયાન શરૂ કર્યું છે. જેનો વિરોધ કોંગ્રેસ અને જીપીપી દ્વારા કરવામાં આવ્યો છે. આ વિરોધમાં અત્યારસુધી ગુજરાતના જ નેતા હતા પરંતુ હવે દિગ્વિજય સિંહે પણ આ વિરોધમાં હસ્તક્ષેપ કર્યો છે.












Click it and Unblock the Notifications
