For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ-મુસ્લિમ એકતા પર દિગ્વિજય સિંહે મોદીના કર્યા વખાણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઓક્ટોબર: ભાજપ અને નરેન્દ્ર મોદી દરેક મોર્ચા પર દિગ્વિજય સિંહના કડવા વચનોનો સામનો કરતા રહ્યા છે. કોંગ્રેસ તરફથી મોદી પર તીખા પ્રહારો કરનારાઓમાં દિગ્વિજય સિંહ હંમેશા ફ્રંટફૂટ પર દેખાયા છે. પરંતુ પટનાની હુંકાર રેલી બાદ દિગ્વિજયના સૂર બદલાતા દેખાયા છે.

ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ હેડલાઇન્સ ટૂડે સાથેની વાતચીતમાં દિગ્વિજય સિંહે હિન્દુ-મુસ્લિમ એકતાને લઇને આપવામાં આવેલ નરેન્દ્ર મોદીના નિવેદન પર પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે દેશ માટે ખૂબ જ સારી બાબત છે કે ભાજપા અને નરેન્દ્ર મોદીજીને સમજાઇ ગયું કે હિન્દુ-મુસ્લિમ એકતા જરૂરી છે.

કોંગ્રેસ મહાસચિવે જણાવ્યું કે રાજનીતિના ફાયદા અને નુકસાન એક બાજુ છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે દેશનો દરેક નાગરિક હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરે. તેમણે જણાવ્યું કે 'આપણે ધ્યાન રાખવું પડશે કે એકતા વધારવા માટે રાજનીતિકરણ ના થાય અને હિન્દુ-મુસ્લિમમાં રમખાણો ના થાય.'

narendra modi
જોકે, દિગ્વિજય સિંહે 2002ના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરીને ટિકળ પણ કરી લીધી. તેમણે જણાવ્યું કે 'મારી નરેન્દ્ર મોદીજીને પ્રાર્થના છે કે જો તેઓ ખરેખર હિન્દુ-મુસ્લિમ એકતા અને અખંડતા ઇચ્છે છે તો 2002ના રમખાણ પીડિતોનું પુનર્વાસ કરે અને વીએચપીના લોકોને ઝેર ઓંકતા રોકે.'

મોદી દ્વારા રાહુલ ગાંધીને વારંવાર શાહજાદા કહેવાતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના ભાષણમાં રાહુલને ખૂબજ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આના માટે તેમણે મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે ભારતીય રાજનીતિમાં વંશવાદ રહ્યો છે અને આગળ પર રહેશે, કારણ કે પોલિટિક્સમાં લોકોને જનતા ચૂંટીને મોકલી રહી છે.

English summary
Congress leader Digvijay singh praise to Narendra Modi over speech about Hindu muslim unity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X