For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBIને સ્વતંત્રતા આપવા સામે દિગ્વિજય સિંહનો વિરોધ

|
Google Oneindia Gujarati News

digvijay singh
નવી દિલ્હી, 17 મે : સુપ્રીમ કોર્ટને ચીડવવા પોતાનો સિલસિલો જારી રાખતા કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે કેન્દ્રીય તપાસ બ્યૂરોને સ્વતંત્રતા આપવાની વાત સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે શુક્રવારે આ એજન્સીની જવાબદેહીનો મુદ્દો ઉઠાવ્યો. સિંહે સોશિયલ મીડિયા ટ્વિટર પર પૂછ્યું કે સીબીઆઇમાં તપાસ અધિકારી હંમેશા કોઇ ઇન્સપેક્ટર અથવા ડેપ્યુટી એસપી હોય છે તો શું આપણે તેને સ્વતંત્રતા આપવા માંગીશું અને તેને કોઇના પ્રત્યે જવાબદેહ પણ ના રાખવું જોઇએ.

કોંગ્રેસ નેતાએ આ ટિપ્પણી એવા સમયે કરી છે, જ્યારે કોલસા ઘોટાળાનો સ્ટેટસ રિપોર્ટ સરકારને બતાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની તીખી ટિકા કરી છે. એક ટિપ્પણીમાં કોર્ટે એ પણ જણાવ્યું કે સીબીઆઇ સરકારના માટે પોપટ સમાન બની રહી ગઇ છે. સિંહે આ તુલના પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ટ્વિટર પર તેમણે કહ્યું હતું કે સીબીઆઇને પોપટ સાથે સરખાવી શું આપણે આપણી સંસ્થાઓને નીચે નથી દેખાડી રહ્યા.

ક્રિકેટની સ્પોટ ફિક્સિંગને લઇને પણ કોંગ્રેસ નેતાએ પોતાની ટ્વિટર એકાઉન્ટ પર ટિપ્પણી કરી છે. તેમણે આને રાજનૈતિક રંગ આપતા વ્યંગ કર્યો છે કે મને નથી ખબર કે કેટલા લોકોએ ભાજપા નેતા વરુણ ગાંધી અને સમાજવાદી પાર્ટીની વચ્ચે ચાલી રહેલી મેચ ફિક્સિંગ પર ધ્યાન નાખ્યું છે.

આઇપીએલનો બચાવ કરતા તેમણે જણાવ્યું કે સ્પોટ ફિક્સિંગમાં લાગેલા ખેલાડીઓને તો જીવનભર માટે પ્રતિબંધ લગાવી દેવો જોઇએ પરંતુ આઇપીએલને શા માટે દોષ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે ન્હાવાના પાણીની સાથે આપણે બાળકને તો બહાર ના ફેંકી શકીએ.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X