‘મજા જોઇતી હોય તો સન્ની પાસે જાય દિગ્વિજય’

મુંબઈ, 12 નવેમ્બર : ઇન્ડિયા અગેંસ્ટ કરપ્શનના નેતા અરવિંદ કેજરીવાલ તથા બૉલીવુડના હૉટ આયટમ ડાંસર રાખી સાવંતને એક સમાન ગણાવવાનાં કોંગ્રેસ મહામંત્રી દિગ્વિજય સિંહના ટ્વિટ પર રાખી ભડકી ગયાં છે. રાખી સાવંતના જણાવ્યાં મુજબ તેઓ દિગ્વિજય સિંહના મોટા ફૅન છે, પરંતુ હવે તેમને એવું લાગી રહ્યું છે કે દિગ્વિજયનું મગજ ભ્રષ્ટ થઈ ગયું છે. બીજી બાજુ અરવિંદ કેજરીવાલના સાથી કુમાર વિશ્વાસનું કહેવું છે કે દિગ્વિજયે કેજરીવાલ અંગે જે ટિપ્પણી કરી છે, તે ખૂબ જ અશ્લીલ છે અને સોનિયા ગાંધીએ તેની ઉપર સંજ્ઞાન લેવું જોઇએ.

Rakhi Sawant

આપને જણાવી દઇએ કે કોંગ્રેસ મહામંત્રી દિગ્વિજય સિંહે કેજરીવાલ ઉપર હુમલો કરતાં તેમની સરખામણી રાખી સાવંત સાથે કરી હતી. દિગ્વિજય સિંહે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર (https://twitter.com/digvijaya_28) પર લખ્યુ હતું - કેજરીવાલ અને રાખી સાવંત સરખી હરકતો જ કરે છે. રાખી જેવી રીતે પોતાને એક્સપોઝ કરવાં ચર્ચામાં રહેવાની કોશિશ કરે છે, તેવી જ રીતે કેજરીવાલ પણ ચર્ચામાં રહેવા લોકોને એક્સપોઝ કરતાં રહે છે. તે પણ વગર આધારે. કેજરીવાલના ખુલાસાઓનો કોઈ આધાર કે મતલબ નથી હોતાં. તેમાં જરાય દમ નથી હોતું.

આ ટ્વિટ બાદ રાખી અકલાઈ ઉઠ્યાં છે અને તેમણે દિગ્વિજય પર જવાબી હુમલો કરતાં જણાવ્યું કે તેઓ મારા ખભે બંદૂક રાખી ચલાવવા માંગે છે, પરંતુ મારો ખભો ઉપયોગ કરવા માટે નથી. રાખીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ કંટ્રોવર્સીથી આપને ડર નથી લાગતો, તો રાખી વધુ અકલાઈ ઉઠ્યાં અને જણાવ્યું - મને કોઈના બાપનો પણ ડર નથી લાગતો, મારી પોતાની બૉડી છે, મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, હું પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુશ છું. તે લોકો લોકસભા-વિધાનસભામાં બેસી છોકરીઓના વીડિયો કેમ જુએ છે, મારા વીડિયો પણ જોતાં હશે. તેઓ સન્ની લિયોન સાથે વાત કેમ નથી કરતાં? તેમને વધું મજા જોઇએ, તો સન્ની લિયોન પાસે જાય, હું તેમને આટલી મજા નહિં કરાવી શકું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X