દિગ્ગી ચાલ્યાં શકુનિની ચાલ, સુષ્માને ગણાવ્યા મોદી કરતાં સારા
નવી દિલ્હી, 28 ઓક્ટોબર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામ પર પાર્ટીમાં મતભેદ પુરો થઇ ગયો છે. પાર્ટીએ તેમને મનથી અપનાવી લીધા છે, જે મતભેદ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચે થયો હતો તે હજુ સુધી પુરી રીતે ખતમ થયો નથી, પરંતુ ભાજપની એકજુટતા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની આંખોમાં ખટકી રહી છે. નરેન્દ્ર મોદીના નામ પર તે ફરી એકવાર તે પાર્ટીમાં કલેહની સ્થિતી પેદા કરવાની ફિરાકમાં છે. નરેન્દ્ર મોદીના અંહકારોન્માદી, મનોરોગી અને જુઠ્ઠુ વોલનાર નેતા દિગ્વિજય સિંહે એમ કહીને ફરી એકવાર નવો વિવાદ ઉભો કરી દિધો છે કે ભાજપ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર માટે સુષમા સ્વરાજ જેવા સારા નેતાને કેમ શોધી ન શકી?
સુષમા સ્વરાજને સારા કહીવાનો હેતુ ફક્તને ફક્ત પાર્ટીમાં મતભેદ પેદા કરવાનો હતો. નરેન્દ્ર મોદીના મુકાબલે સુષમા સ્વરાજને સારા ગણાવીને તે પાર્ટીમાં અંતરકલેહ પેદા કરવા માંગે છે, પરંતુ સુષમા સ્વરાજે વળતો પ્રહાર કરતાં દિગ્વિજય સિંહને રાહુલ ગાંધી કરતાં સારા ઉમેદવાર ગણાવી દિધા.

સુષમા સ્વરાજે વળતા જવાબમાં કહ્યું હતું કે દિગ્વિજય સિંહજી રાહુલ ગાંધી કરતાં સારા ઉમેદવાર છે. જો કે આ વિવાદ એક ટ્વિટથી શરૂ થયો હતો. દિગ્વિજય સિંહે પોતાની ટ્વિટમાં નરેન્દ્ર મોદીનો કટાક્ષ કરતાં લખ્યું હતું કે ભાજપ ઇચ્છે છે કે ભારતીય મતદારો આ અહંકારોન્માદી મનોરોગી જુઠ્ઠાને વોટ આપે. શું ભાજપ સારા નેતાને શોધ ન શકી. સુષમા સ્વરાજ ક્યાં કમ છે? જો કે આ પ્રથમ કિસ્સો નથી જ્યારે દિગ્વિજય સિંહે સુષમા સ્વરાજની પ્રશંસા કરી હોય. આ પહેલાં પણ તે એમ કહીને વિવાદ વધારી ચૂક્યા છે કે વડાપ્રધાન પદના દાવેદાર બનવાનો સુષમા સ્વરાજનો અધિકાર છે.












Click it and Unblock the Notifications
