દિગ્વિજય સિંહે પત્રકાર અમૃતા સાથે ચેન્નાઈમાં કર્યા લગ્ન!
નવી દિલ્હી: ફરી એક વખત કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ, ટીવી પત્રકાર અમૃતા રાય સાથે તેમની લવસ્ટોરીને લઈને ચર્ચામાં છે. સમાચાર મળી રહ્યાં છે કે થોડા સમય પહેલા બંનેએ ચેન્નાઈમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે, જેની માહિતી માત્ર થોડા લોકોને જ છે.
દિગ્વિજય સિંહે પત્રકાર અમૃતા સાથે ચેન્નાઈમાં લગ્ન કર્યા!
આજતક નામની ન્યૂઝ ચેનલ અનુસાર દિગ્વિજય સિંહ કે જેઓ પોતાની દિકરીના ઈલાજ માટે હાલમાં અમેરિકામાં છે. તેમણે ચેનલને કહ્યું છે કે અમેરિકાથી પરત ફર્યા બાદ તેઓ આ લગ્ન અંગે સાર્વજનિક ઘોષણા કરશે. તો ટીવી પત્રકાર અમૃતા રાય પણ આજકાલ રજા પર હોવાથી રાજ્યસભા ટીવી ચેનલ પરથી ગાયબ છે. પણ હા, હાલમાં કોઈ નથી જાણતું કે તે ક્યાં છે.
અમેરિકાથી પરત ફર્યા બાદ દિગ્ગી કરશે ઔપચારિક એલાન!
મહત્વપૂર્ણ છે કે પાછલા વર્ષે એપ્રિલ મહિનામાં સોશ્યિલ મિડીયા પર દિગ્વિજય સિંહ અને અમૃતા રાયની કેટલીક ગ્લેમરસ તસવીરો વાયરલ થવાથી ઘણી બબાલ મચી હતી. આ હંગામા બાદ બંનેએ ટ્વીટર પર કબૂલ કર્યું હતુ કે બંને રીલેશનશીપમાં છે.
આવો આ અંગે કેટલીક તસવીરો દ્વારા વધુ જાણીએ.

હા હું દિગ્વિજયને પ્રેમ કરૂં છું
દિગ્વિજય સાથે પ્રેમનો એકરાર કરતા અમૃતા રાયે ટ્વીટ કર્યું હતુ કે તે દિગ્વિજયને પ્રેમ કરે છે.

અમૃતા રાયની સાથે રીલેશનશીપમાં
દિગ્વિજય સિંહે પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો કે હા, તેઓ અમૃતા રાય સાથે રીલેશનશીપમાં છે.

ચાર દિકરી અને એક દિકરો
દિગ્વિજય સિંહની પત્નીનું વર્ષ 2013માં એક લાંબી બિમારી બાદ નિધન થયું હતું. જણાવી દઈએ કે તેમને ચાર દિકરી અને એક દિકરો છે.

છૂટાછેડાની અરજી
અમૃતારાયે ટ્વીટ કરીને લખ્યું હતુ કે તે પોતાના પતિ આનંદ પ્રધાનથી અલગ થઈ ગઈ છે. તેમણે સહસંમતિથી છૂટાછેડા માટે અરજી પણ કરી છે.

દિગ્વિજય સિંહે પત્રકાર અમૃતા સાથે ચેન્નાઈમાં લગ્ન કર્યા
અને હવે ખબર આવી રહી છે કે દિગ્વિજય સિંહે પત્રકાર અમૃતા સાથે ચેન્નાઈમાં એક ખુબ જ ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા છે.