For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકમાં જે.પી નડ્ડાના કાર્યકાળને લઇને નિર્ણય લેવામાં આવશે

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકાણીની બેઠક બે દિવસ માટે દિલ્હીમાં મળશે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપને વિધાનસભાની બેઠકમાં મળેલી જીત તેમજ આગામી ચૂંટણીને લઇને ચર્ચા કર

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક દિલ્હીમાં 16-17 જાન્યુઆરીના રોજ મળશે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના કાર્યકાળ વધારવાને લઇને નિર્ણય કરવામાં આવશે. આ સાથે આગામી વર્ષે આવનાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક સહિતના રાજ્યોની ચૂટણીની તૈયારીને લઇને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત દેશભરમાથી ભાજપના નેતાઓ પદાધિકારીઓ ખાસ ઉસ્થિત રહેશે.

NARENDRA MODI

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકાળ આ મહિનામાં પૂર્મ થવા જઇ રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે આ બાબતને ધ્યાનમાં રાખીને તેમના કાર્યકાળને વધુ ત્રણ વર્ષે માટે લંબાવામાં આવી શકે છે. આ સાથે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તેને પણ ધ્યાનમં રાખવામાં આવશે.

આ બેઠકમાં લોકસભાની ચૂટણીમાં વિરોધ પક્ષઓની ભૂમિકા તેમજ કોગ્રેસ દ્વારા કાઢામાં આવેલી ભારત જોડો યાત્રાને મળી રહેલા વ્યાપક જન સમર્થન પર પણ ચર્ચા કરવામં આવશે. આ મુદ્દે ભાજપ દ્વારા આકરી પ્રતિક્રીયા પણ આ બેઠકમાં આપવામાં આવી શકે છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી દ્વારા સતત એવો આરોપ લગાવામા આવી રહ્યો છે કે, ભાજપ નફરત અને તોડવાી રાજનીતી કરી છે. આ સદર્ભમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવી શકે છે.

ભાજપના વરિષ્ઠ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં G20 ની અધ્યક્ષતા ભારત કરી રહ્યુ છે. સરકાર દ્વારા આયોજીત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો પર પણ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી શકે છે. ભાજપ આ મામલે પ્રધાનમંત્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરશે અને આ કવાયતમાં કાર્યકર્તાઓને સામેલ કરવા માટે પ્લાન બનવામાં આવશે.

આગામી વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી યોજાશે તેને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક ચૂંટણીઓને મૂલતવી રાખવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તેને લઇને નિર્ણય લેવામાં આવશે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં પાર્ટીના પ્રદર્શન અને કેન્દ્ર સરકારનીી કામગીરીને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

English summary
Discussion in the executive regarding extending the tenure of JP Nadda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X