INS સુમિત્રા પર અક્ષય કુમારને લઈને ગયા હતા પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદી ઘ્વારા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટને પીકનીક માટે ઉપયોગ કર્યો હતો, તેવો દાવો કરવામાં આવ્યો હતો

પીએમ નરેન્દ્ર મોદી ઘ્વારા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટને પીકનીક માટે ઉપયોગ કર્યો હતો, તેવો દાવો કરવામાં આવ્યો હતો. પીએમ મોદીના આ દાવા પર હવે દેશની રાજનીતિ ગરમાઈ ચુકી છે. પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના રામલીલા મેદાનમાં પોતાની ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે રાજીવ ગાંધીએ આઇઆનએસ વિરાટ પર પોતાના પરિવાર અને સાસરીવાળાઓને એક ટાપુ પર રજાઓ ગાળવા માટે લઇ ગયા હતા. પીએમ મોદીના નિવેદન પણ કોંગ્રેસની સોશ્યિલ મીડિયા ઇન્ચાર્જ દિવ્યા સ્પંદનાએ વળતો પ્રહાર કરતા ટ્વિટર હેન્ડલ પર બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની એક ફોટો શેર કરી છે.

આ પણ વાંચો: રાજીવ ગાંધીના INS વિરાટ પર પિકનિકનો મોદીનો દાવો ખોટો

અમે આ વિવાદને ભૂલ્યા નથી

અમે આ વિવાદને ભૂલ્યા નથી

કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ આ ફોટો શેર કરતા આરોપ લગાવ્યો કે પીએમ મોદી ભારતીય નૌસેનાના આઈએનએસ સુમિત્રા પર કેનેડિયન નાગરિક અક્ષય કુમારને લઈને ગયા હતા. કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે, આ યોગ્ય હતું? નરેન્દ્ર મોદી તમે આઈએનએસ સુમિત્રા પર એક કેનેડિયન નાગરિક અક્ષય કુમારને લઈને ગયા હતા. તેમને એવું પણ લખ્યું કે અમે આ વિવાદને ભૂલ્યા નથી.

પીએમ મોદીએ પોતાની રેલીમાં શુ કહ્યું?

પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના રામલીલા મેદાનમાં પોતાની ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે કોંગ્રેસના નામદાર પરિવારે આઈએનએસ વિરાટનો વ્યક્તિગત ટેક્સી તરીકે ઉપયોગ કર્યો હતો. આ વાત ત્યારની છે, જયારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને 10 દિવસની રજા ગાળવા માટે નીકળ્યા હતા. રાજીવ ગાંધીની રજા ઉજવવામાં તેમના સાસરીવાળા એટલે કે ઇટલીવાળા પણ હતા. વિદેશીઓને વોરશીપ પર લઇ જવું દેશની સુરક્ષા સાથે છેડછાડ હતું.

રિટાયર્ડ વાઇસ એડમિરલે પીએમ મોદીના નિવેદનને ખોટું ગણાવ્યું

રિટાયર્ડ વાઇસ એડમિરલે પીએમ મોદીના નિવેદનને ખોટું ગણાવ્યું

પૂર્વ એડમિરલ એલ રામદામ, પૂર્વ એડમિરલ અરુણ પ્રકાશ અને આઈએનએસ વિરાટના તત્કાલીન કમાન્ડર ઓફિસર વિનોદ પસરીયાએ મોદીના દાવાને ખોટો ગણાવ્યો. એડમિરલ રામદાસે ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી, જેમાં તેમને જણાવ્યું કે રાજીવ ગાંધીની લક્ષ્યદીપ યાત્રા અધિકારીક હતી, તે કોઈ પીકનીક ના હતી. તેમને કહ્યું કે રાજીવ ગાંધી પત્ની સોનિયા ગાંધી સાથે ત્રિવેન્દ્રમથી લક્ષદ્વિપ જવા માટે આઈએનએસ વિરાટ પર સવાર થયા હતા. તેઓ ત્રિવેન્દ્રમમાં નેશનલ ગેમ પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશનના ચીફ હતા. તેમને આઇલેન્ડ ડેવલોપમેન્ટ ઔરથોરિટી સાથે મિટિંગની અધ્યક્ષતા કરવા માટે લક્ષદ્વિપ જવાનું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X