For Daily Alerts

હરિયાણામાં DLFને મંજૂરી વગર અપાઇ 350 એકર જમીનઃ કેજરીવાલ
નવીદિલ્હી, 09 ઑક્ટોબરઃ આઇએસીના સભ્ય અરવિંદ કેજરીવાલે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા અને ડીએલએફના સંબંધો પર ફરી એક વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યા છે કે વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી વગર હરિયાણાએ 350 એકર જમીન ડીએલએફને આપી દેવામાં આવી છે.
કેજરીવાલે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું છે કે, વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી વગર 350 એકર જમીન ડીએલએફને આપવામાં આવી છે. જે જમીન હોસ્પિટલને આપવાની હતી.
કેજરીવાલે આ પહેલા વાઢેરા અને ડીએલએફ વચ્ચે વ્યાપારીક સંબંધોને લઇને ગંભીર આરોપ લગાવ્યા હતા. કેજરીવાલે આરોપ લગાવ્યા છેકે ડીએલએફે પોતાની મૂલ્યવાન સંપત્તિ વાઢેરાને ઓછી કિંમતમાં વેચી છે. જ્યારે કેજરીવાલના આરોપો પર વાઢેરા અને ડીએલએફ બન્ને સ્પષ્ટતા કરી ચૂક્યા છે.
Comments
English summary
Today IAC worker Arvind Kejriwal alleges that DLF get 350 acre land in haryana.