For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની સુનામીમાં પણ આ બે વિરોધી પક્ષો જેટલા પર લડ્યા એટલા પર જીત્યા

ભાજપના બે વિરોધી પક્ષો એવા રહ્યા જેઓ જેટલી સીટો પર ચૂંટણી લડ્યા હતા એટલી સીટો પર જીત પણ મેળવી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સુનામીની આગળ કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને 100 સીટો પણ મળી નહિ. યુપી અને બિહારમાં પણ મહાગઠબંધનને મોટી હારનો સામનો કરવો પડ્યો પરંતુ આ દરમિયાન ભાજપના બે વિરોધી પક્ષો એવા રહ્યા જેઓ જેટલી સીટો પર ચૂંટણી લડ્યા હતા એટલી સીટો પર જીત પણ મેળવી.

આ પણ વાંચોઃ સુરત આગઃ હું મા-મા બૂમો પાડી રહી હતી... સીડીઓ આગમાં લપેટાયેલી હતી, ના કૂદતા તો મરી જાતઆ પણ વાંચોઃ સુરત આગઃ હું મા-મા બૂમો પાડી રહી હતી... સીડીઓ આગમાં લપેટાયેલી હતી, ના કૂદતા તો મરી જાત

નેશનલ કૉન્ફરન્સે ત્રણ સીટો પર મેળવી જીત

નેશનલ કૉન્ફરન્સે ત્રણ સીટો પર મેળવી જીત

લોકસભા ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરની 6 લોકસભા સીટોમાંથી 3 સીટ પર ફારૂક અબ્દુલ્લાની જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કૉન્ફરન્સે જીત મેળવી. કાશ્મીરની ત્રણ સીટો પર નેશનલ કૉન્ફરન્સે જીત મેળવી. નેશનલ કૉન્ફરન્સે ત્રણ સીટો પર ચૂંટણી લડી હતી અને ત્રણે સીટો પર જીત મેળવી. આ રીતે પાર્ટીઓ 100 ટકા સફળતાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વળી, તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસને 8 સીટો પર જીત મળી. એઆઈએડીએમકેએ વર્ષ 2014માં 37 લોકસભા સીટો જીતી હતી પરંતુ 2019ની ચૂંટણીમાં માત્ર એક સીટ જીતવામાં પાર્ટી સફળ થઈ શકી હતી.

ડીએમકેએ 23માંથી 23 સીટો પર જીત મેળવી

ડીએમકેએ 23માંથી 23 સીટો પર જીત મેળવી

પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ ડૉ. ફારુખ અબ્દુલ્લાએ પ્રતિષ્ઠિત શ્રીનગર-બડગામ લોકસભા સીટ પર જીત મેળવી જ્યારે તેમના પક્ષના વરિષ્ઠ નેતા મોહમ્મદ અકબરે લોને બારામૂલા સીટ પર જીત મેળવી. અબ્દુલ્લાએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના ઉમેદવાર સૈયદ મોહસિનને 70,050 મતોના અંતરથી હરાવ્યુ. નેશનલ કૉન્ફરન્સ ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ હસનૈન મસૂદીએ કોંગ્રેસના અહમદ મીરને મ્હાત આપી. આ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી મહબુબા ત્રીજા સ્થાન પર રહી. મહેબુબાનું પ્રદર્શન બહુ નિરાશાજનક રહ્યુ અને તેમને માત્ર 30 હજાર મત મળ્યા. અબ્દુલ્લાની વાત કરીએ તો તે ચોથી વાર સંસદ પહોંચ્યા. વર્ષ 2014ની ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાને પીડીપીના તારિક હામિદ કર્રાએ મ્હાત આપી હતી પરંતુ પેટાચૂંટણાં અબ્દુલ્લાએ ફરીથી જીત મેળવી.

આ બે પક્ષોનો 100 ટકા રહ્યો રેકોર્ડ

આ બે પક્ષોનો 100 ટકા રહ્યો રેકોર્ડ

જીત બાદ અબ્દુલ્લાએ પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. જમ્મુ કાશ્મીરની બાકી 3 સીટોની વાત કરીએ તો આ બધા પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી. વોટટકાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ અહીં રેકોર્ડ 46.39 ટકા મત પોતાના નામે કર્યા છે. જ્યારે કોંગ્રેસે 28.47 ટકા મેળવ્યા પરંતુ અહીં કોંગ્રેસે એક પણ સીટ પર જીત ન મળી. વળી, આ ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને પણ હારનો સામનો કરવો પડ્યો.

English summary
DMK and National Conference swept lok sabha polls by winning all seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X