
DMK પ્રમુખ એમકે સ્ટાલિને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
ચેન્નઈ(તમિલનાડુ): દ્વવિડ મુનેત્ર કડગમ([ડીએમકે) પ્રમુખ એમકે સ્ટાલિન આજે શુક્રવાર(7 મે, 2021)ના રોજ રાજભવન ખાતે એક સાદા સમારંભમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે શપથ અપાવ્યા. એમકે સ્ટાલિની સાથે અન્ય 33 મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં 19 પૂર્વ મંત્રીઓ અને 15 નવા ચહેરા શામેલ છે. નવા મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કરનારમાં બે મહિલાઓ પણ શામેલ છે.

એમકે સ્ટાલિનને રાજ્યપાલે અપાવ્યા શપથ
એમકે સ્ટાલિનને સીએમ ઉપરાંત તમિલનાડુના ગૃહમંત્રી તરીકે પણ શપથ અપાવવામાં આવી છે. આ ઉપરાંત તેમની પાસે પ્રશાસનિક અને પોલિસ સેવાઓ, વિશેષ યોજનાઓ અને દિવ્યાંગજનોની કલ્યાણ યોજનાઓનો પોર્ટફોલિયો પણ રહેશે.

પાર્ટી નેતા દુરઈ મુરગને પણ લીધા શપથ
પાર્ટી નેતા દુરઈ મુરગને જળ સંશાધન મંત્રી તરીકે શપથ લીધા હતા. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ગુરુવારે મંત્રી તરીકે શપથ લેનાર જીતાયેલા ઉમેદવારો અને તેમના પોર્ટફોલિયોને મંજૂરી આપી હતી. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને મંત્રીઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે ડીએમકે ગઠબંધને બહુમત મેળવી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે.
વડોદરાના હાલોલમાંથી મળી આવ્યુ ચીપ ફિટ કરેલુ શંકાસ્પદ કબૂતર

ડીએમકેને છઠ્ઠી વાર શાસન કરવાની તક
ઉલ્લેખનીય છે કે 2મેએ જાહેર થયેલા તમિલનાડુ વિધાનસભા પરિણામોમાં ડીએમકેએ એઆઈએડીએમકેને સત્તામાંથી બહાર કરી દીધુ હતુ. તમિલનાડુના ઈતિહાસમાં ડીએમકેને છઠ્ઠી વાર શાસન કરવાની તક મળી છે. 234 સીટોની વિધાનસભામાંથી ડીએમકે ગઠબંધનને 159 સીટો મળી હતી જેમાંથી 133 ડીએમકે, કોંગ્રેસને 18, વીસીકેને 4 અને સીપીએમ, સીપીઆઈને 2-2 સીટો મળી હતી. એઆઈએડીએમકે ગઠબંધનને માત્ર 75 સીટો મળી હતી જેમાંથી ભાજપની માત્ર 4 સીટો હતી.