DMKના પાંચ સાંસદો રાજીનામું આપશે, યુપીના ભરોસે યુપીએ સરકાર

યુપીએ સરકારને કુલ 282 સાંસદોનું સમર્થન છે જેમાં 50 સાંસદ બહારથી સમર્થન આપી રહ્યાં છે અને તે આ 50 સાંસદોમાં મુલાયમ સિંહ-માયાવતીના કુલ 43 સાંસદ છે.
ડીએમકે દ્રારા સમર્થન પાછું ખેચી લીધા બાદ કોંગ્રેસ પણ ખુલીને સામે આવી ગઇ છે. કોંગ્રેસ કોર ગ્રુપના સૂત્રોના જણાવ્યા અનુસાર ડીએમકેના મુદ્દે આજે નાણામંત્રી પી ચિંદમ્બરમે સરકારનું વલણ સ્પષ્ટ કરી દેશે.
સરકાર હવે ડીએમકે સાથે કોઇ વાત કરશે નહી. સરકારનું માનવું છે કે ડીએમકેને તમિળોની કોઇ ચિંતા નથી અને તેના ઉતાવળિયા નિર્ણયથી કોંગ્રેસ બેડામાં નારાજગી પ્રવર્તી છે. સરકાર બધા પક્ષો સાથે આ મુદ્દે વાત કરશે.
યુપીએ માટે રાહત વાત એ છે કે સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીની માયાવતીએ સરકાર માટે સારા સમાચાર આપ્યા છે અને જાહેરાત કરી છે કે યુપીએ સરકારને સમર્થન યથાવત રાખશે.
વડાપ્રધાનને રાજીનામું આપશે
શ્રીલંકાના તમિળોના જે મુદ્દાએ જયલલિતાને તમિલનાડુની સત્તા અપાવી હતી, તે મુદ્દે ડીએમકેએ મોટી રાજકીય રમત રમી છે. યુપીએ-1 થી માંડીને યુપીએ-2 સુધી કેન્દ્રમાં યુપીએ સરકારના મહત્વના સહયોગી રહેલા કરૂણાનિધીના આદેશ પર ડીએમકેના સાંસદોએ મંગળવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિને મળીને સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. ડીએમકેના પાંચ મંત્રીઓ આજે વડાપ્રધાન મનમોહન સિંહને રાજીનામું સોંપશે.
કરૂણાનિધી શું ઇચ્છે છે?
જો કે શુક્રવારે અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં શ્રીલંકામાં 26 વર્ષ સુધી ચાલેલા ગૃહ યુદ્ધ દરમિયાન માનવાધિકાર ઉલ્લંખનો વિરૂદ્ધ પ્રસ્તાવ લાવવાનો છે. કરૂણાનિધી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારી પરિષદ (યુએનએચસીઆર)માં શ્રીલંકા પર અમેરિકી પ્રસ્તાવમાં સુધારો કરવા માટે પગલાં ભરવાની માંગણી કરી રહ્યાં છે.
તે ઇચ્છે છે કે પ્રસ્તાવમાં આ વાતની જાહેરાત કરવામાં આવે કે શ્રીલંકાની સેનાએ તમિળોના નરસંહાર તથા તેમના વિરૂદ્ધ યુદ્ધ અપરાધ કર્યા હતા. આ સાથે જ શ્રીલંકામાં તમિળો વિરૂદ્ધ કથિત અત્યાચારની આંતરરાષ્ટ્રીય તપાસ કરવાની માંગણી કરી રહ્યાં છે. આ મુદ્દે અમેરિકા 21 માર્ચના રોજ પ્રસ્તાવ લાવશે અને અમેરિકી પ્રસ્તાવ પર 22 માર્ચના રોજ મતદાન થવાનું છે.
શ્રીલંકાઇ તમિળોના મુદ્દે 21 માર્ચ પહેલાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએચસીઆર) ના પ્રસ્તાવમાં ફેરફાર કરવામાં સમર્થન વાપસી પર ફરીથી વિચાર કરીશું.
c સરકાર પાસે જે ઇચ્છે છે તેમાં ઘણા વિઘ્નો છે. યુએનએચસીઆરના પ્રસ્તાવ પર ભારતે ફેરફાર કરવાની ડેડલાઇન સોમવારે પતી ગઇ છે પરંતુ પ્રસ્તાવ રજૂ કરનાર અમેરિકા સંશોધન રજૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વચગાળાનો રસ્તો કાઢવા માટે ભારત અમેરિકાના સંપર્કમાં છે, એટલે કે ભારત કરૂણાનિધીની માંગણીઓને મનાવવા માટે અમેરિકા પર નિર્ભર છે.
આ ઉપરાંત ડીએમકેના કરૂણાનિધી ઇચ્છે છે કે સરકાર શ્રીલંકાઇ તમિળો પર સંસદમાં પ્રસ્તાવ લાવે અને તેને પાસ કરાવે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર શ્રીલંકા તમિળોના મુદ્દે પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે, પરંતુ સરકાર એ પણ ઇચ્છતી નથી કે સ્પીકરની જેમ આ પ્રસ્તાવ લાવવામાં આવે અને સંસદના બંને સદનોની સર્વસંમતિથી પાસ થાય. સરકારની મુશ્કેલી એ છે કે શ્રીલંકા વિરૂદ્ધ ભારતીય સંસદમાં પ્રસ્તાવ પાસ કરાવવો કોઇ દેશના આંતરિક મુદ્દામાં માથું મારવા સમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકાઇ તમિળો પર અત્યાચારના મુદ્દે તમિલનાડુમાં ગત થોડા દિવસોથી પ્રદર્શન યોજાઇ રહ્યાં છે.
સરકાર માટે ખતરાની સ્થિતી નથી
ડીએમકે દ્રારા સમર્થન પાછું ખેંચી લેવામાં આવતાં સરકાર ભવિષ્યને કોઇ ખતરો નથી. ભલે ડીએમકેના 18 સાંસદો સરકારમાથી બહાર જતા રહે પરંતુ સરકારને બહારથી સમર્થન આપી રહેલી સમાજવાદી પાર્ટી, બસપા, આરજેડી અને જેડીએસના કારણે યુપીએ પાસે 50 સાંસદોનું બહારથી સમર્થન છે. બહુમત માટે 270 સાંસદોથી વધુ 282 સાંસદ યુપીએને ટેકો આપી રહ્યાં છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
