ડૉક્ટરને આવ્યો ફોન, 'બ્લાસ્ટ કરશો તો મળશે 10 લાખ'

ન્યાઝપુરામાં ડૉ. આદિલ સાહેબ ચેરિટેબલ ક્લિનિક ચલાવે છે. મંગળવારે સવારે 10:41 વાગે એક મિસકોલ આવ્યો હતો. ડૉ. આદિલે તે નંબર પર ત્રણ વાર રિપ્લાઇ કર્યો પરંતુ કોઇ જવાબ આવ્યો નહી.
અંતે 10:52 વાગે આદિલે ફરી તે નંબર કોલ કર્યો. સલામ કરતાં નામ અને સરનામુ પુછ્યું, પછી પાકિસ્તાની તંજીમ સાથે જોડાવવાનું કહ્યું. ડૉક્ટર આદિલને ઓફર કરવામાં આવી કે તે તેમના ખાતામાં 10 લાખ એડવાન્સમાં મોકલી આપશે. પરંતુ તેના બદલામાં તેમના જણાવેલા સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવા પડશે.
એક વાર તો ડૉ. આદિલને લાગ્યું કે કોઇ મજાક કરી રહ્યું છે. બીજીવાર જ્યારે ખાતા નંબર માંગ્યો તો આદિલ રોકાઇ ગયા અને કડક વલણ દાખવતાં વિરોધ વ્યક્ત કર્યો તો તેને ગાળાગાળી કરી ફોન કાપી દિધો.












Click it and Unblock the Notifications
