For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારો જન્મદિવસ ન ઉજવો, પૂર પીડિતોની મદદ કરો: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મિત્રો અને શુભચિંતકોને તેમનો જન્મદિવસ ન ઉજવવાનો આગ્રહ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને લઇને ટ્વિટ કર્યું છે. વડાપ્રધાને લોકોને તેમનો જન્મદિવસ ન ઉજવવાના બદલે જમ્મૂ-કાશ્મીરમાં ચાલી રહેલા રાહત કાર્યોમાં મદદ કરવાનો અનુરોધ કર્યો છે. નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ છે. નરેન્દ્ર મોદીના પ્રશંસક અને તેમની પાર્ટીના લોકો તેમના જન્મદિવસ પર વિભિન્ન પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવાના છે.

નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, 'મને ખબર પડી છે કે મારા જન્મદિવસ પર ઘણા જગ્યાઓ પર મારા મિત્રો અને શુભચિંતક વિવિધ પ્રકારના પ્રોગામ અને કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. મારો વિનમ્ર અનુરોધ છે કે મારો જન્મદિવસ ઉજવવામાં ન આવે. તેની જગ્યાએ લોકો પોતાનો સમય અને ટેક્નોલોજીનો ઉપયોગ જમ્મૂ-કાશ્મીરમાં ચાલી રહેલા રાહત કાર્યમાં મદદ કરવા માટે કરે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે આ સમય જમ્મૂ-કાશ્મીરના આપણા ભાઇ-બહેનની સાથે ખભાથી ખભો મિલાવીને ઉભા રહેવાનો છે. નરેન્દ્ર મોદી ટ્વિટમાં લહ્યું, '17 તારીખના રોજ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ગુજરાતમાં હશે. અમે ઉમળકાભેર તેમના સ્વાગતની તૈયારી કરી રહ્યાં છીએ, પરંતુ ત્યાં કોઇ જન્મદિવસ ઉજવવામાં નહી આવે.'

સમાચાર મળી રહ્યાં છે કે નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસની તૈયારી અમદાવાદ સ્થિત તેમના ભાઇના ઘરમાં જોરશોરથી ચાલી રહી છે. નરેન્દ્ર મોદીની માતા હીરાબેને તેમના 64મા જન્મદિવસ માટે ખાસ લાડવા બનાવ્યા છે. નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ પર માતા હીરાબેનના આર્શિવાદ લેવા જઇ રહ્યાં છે.

પૂર પીડિતોને મદદ માટે અનુરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને લઇને ટ્વિટ કર્યું છે. વડાપ્રધાને લોકોને તેમનો જન્મદિવસ ન ઉજવવાના બદલે જમ્મૂ-કાશ્મીરમાં ચાલી રહેલા રાહત કાર્યોમાં મદદ કરવાનો અનુરોધ કર્યો છે.

ચીનના રાષ્ટ્રપતિ માટે સ્વાગત કાર્યક્રમ

ચીનના રાષ્ટ્રપતિ 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતથી ભારત યાત્રા શરૂ કરશે. તેમના સ્વાગતમાં કાર્યક્રમ થશે પરંતુ મારા જન્મ દિવસ નિમિત્તે કશુ થશે નહી.

મિત્રો અને શુભચિંતકોને સંદેશ

નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, 'મને ખબર પડી છે કે મારા જન્મદિવસ પર ઘણા જગ્યાઓ પર મારા મિત્રો અને શુભચિંતક વિવિધ પ્રકારના પ્રોગામ અને કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે.

જન્મદિવસ પર માતાના આર્શિવાદ

જન્મદિવસ પર માતાના આર્શિવાદ

નરેન્દ્ર મોદીની માતા હીરાબેને તેમના 64મા જન્મદિવસ માટે ખાસ લાડવા બનાવ્યા છે. નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ પર માતા હીરાબેનના આર્શિવાદ લેવા જઇ રહ્યાં છે.

English summary
Prime Minister Narendra Modi Sunday appealed to people that his birthday should not be celebrated, and instead they should help the Jammu and Kashmir flood victims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X