For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિંગ કમાંડર અભિનંદનની મુક્તિ પર પીએમ મોદીએ તોડ્યુ મૌન, કહી આ મોટી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનના સ્વદેશ પાછા આવવા પર મૌન તોડતા દેશ સામે પોતાની વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનના સ્વદેશ પાછા આવવા પર મૌન તોડતા દેશ સામે પોતાની વાત કહી છે. પીએમ મોદીએ તમિલનાડુમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા વિંગ કમાંડરની બે દિવસમાં પાકિસ્તાનમાંથી મુક્તિ અંગે પોતાના મનની વાત કહી. તેમણે કહ્યુ કે વારંવાર આ નથી કહેવા માંગતો કે છેવટે વિંગ કમાંડર માત્ર બે દિવસમાં પાકિસ્તાનથી સ્વદેશ પાછા કેવી રીતે આવી ગયા.

pm modi

પીએમે કહ્યુ કે તમિલનાડુના માછીમારો શ્રીલંકામાં મૃત્યુદંડ સહન કરી રહ્યા છે. જો કે ભારત સરકારની દખલ બાદ સાઉદીના પ્રિન્સે 850 ભારતીય કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે વિપક્ષ દ્વારા એર સ્ટ્રાઈક વિશે ઉઠાવાઈ રહેલા સવાલો પર પણ જવાબ આપ્યો. પીએમે કહ્યુ કે તે પોતાને મળી રહેલી ધમકીઓ અને ગાળોથી પરેશાન નથી અને તે ભારતને મજબૂત બનાવવા માટે દરેક જરૂરી કામ કરશે.

પ્રધાનમંત્રી પોતાની હત્યા કરાવા અંગેની કોંગ્રેસ નેતાની એક ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે હું ધમકીઓથી ડરતો નથી. તે એ જ કરશે જે દેશ માટે જરૂરી છે. પીએમે કહ્યુ કે વિપક્ષમાં આના માટે હોડ લાગી છે કે તેમને સૌથી વધારે ગાળો કોણ આપે છે. તેમણે કહ્યુ કે વિપક્ષે મારા પર સમય બરબાદ કરવાના બદલે દેશને આગળ લઈ જવાની પોતાની યોજના સ્પષ્ટ રીતે બતાવવી જોઈએ.

આ પણ વાંચોઃ પાકિસ્તાની સેનાએ બદલ્યું નિવેદન, કહ્યું અમારી પાસે નથી મસૂદ અઝહરઆ પણ વાંચોઃ પાકિસ્તાની સેનાએ બદલ્યું નિવેદન, કહ્યું અમારી પાસે નથી મસૂદ અઝહર

English summary
Prime Minister Narendra Modi today broke his silence on the release of Abhinandan Varthaman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X