સુનંદાનો મોદી પર પ્રહાર- 'એક ગાંધી હતા, અને આ..'

સુનંદાએ મોદીને ખરીખોટી સંભળાવતા કહ્યું કે 'તેઓ કઇ રીતે આટલા નીચે પડી શકે છે, ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા લોકોની ધરતી છે.. અને હવે ત્યાં આવી પણ વ્યક્તિ છે. હું ખુબ જ હેરાન છું.' સુનંદાએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં આ અંગે ટિપ્પણી કરી હતી.
સુનંદાએ જણાવ્યું કે 'મને સમજાતુ નથી કે લોકો મહીલા પ્રત્યે આવા નીચ વિચાર કેમ રાખે છે.' સાથે સાથે તેમણે ગુજરાતી મહિલાઓને મોદીને વોટ નહી આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે 'આ માણસ ચૂંટણી જીતવા માગે છે.. જેણે એક મહિલા પર પ્રાઇ ટેગ લગાવી દીધું, હું આ દેશની મહિલાને સવાલ કરું છું કે શું તેઓ આવી વ્યક્તિને પોતાનો નેતા બનાવશે?'
સુનંદાએ જણાવ્યું કે આ પહેલા પણ મોદીએ ગુજરાતની છોકરીઓના કુપોષણનો શિકાર થવા પર જણાવ્યું હતું કે રાજ્યની છોકરીઓ એટલા માટે પાતળી છે કારણ કે તે ડાયટ કરે છે. છોકરીઓમાં પાતળાપણું એ એક ફેશન છે.
સુનંદાએ વધુમાં ઉમેર્યું કે ' જે માણસે ગુજરાતના રમખાણોમાં માર્યા ગયેલા પરિવારોની માફી નથી માંગી તે માણસ મારી માફી કેવી રીતે માંગવાનો'












Click it and Unblock the Notifications
