For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધાર બિલકુલ સુરક્ષિત, પરંતુ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવું: UIDAI

યુનિક આઇડેન્ટિફિકેશન ઔરથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ઘ્વારા લોકોને આધાર નંબર અથવા આધાર કાર્ડ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

યુનિક આઇડેન્ટિફિકેશન ઔરથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ઘ્વારા લોકોને આધાર નંબર અથવા આધાર કાર્ડ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે. યુઆઈડીએઆઈ ઘ્વારા આધાર નંબર સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવા માટે અપીલ કરી છે. યુઆઈડીએઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આધાર બિલકુલ સુરક્ષિત છે પરંતુ બીજા ઓળખપત્ર જેવા કે પેનકાર્ડ અથવા ડેબિટ કાર્ડ સુરક્ષા કારણોસર સોશ્યિલ મીડિયા પર શેર નથી કરતા બિલકુલ તેવી જ રીતે આધાર પણ સુરક્ષા કારણોથી સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવું જોઈએ.

આધાર નંબર શેર નહીં કરવાની સલાહ

આધાર નંબર શેર નહીં કરવાની સલાહ

લોકો ઘ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં યુઆઈડીએઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સોશ્યિલ મીડિયા પર આધાર નંબર શેર નહીં કરવાની સલાહનો મતલબ એવો નથી કે આધાર સુરક્ષિત નથી. આધાર બિલકુલ સુરક્ષિત છે અને લોકો તેનો ગભરાયા વિના ઉપયોગ કરી શકે છે. પરંતુ જેવી રીતે આપણે બીજા ઓળખપત્રોની ઓળખ ગુપ્ત રાખીયે છે તેવી જ રીતે આધારકાર્ડ ઓળખ પણ ગુપ્ત રાખવી જોઈએ.

આધારકાર્ડને બીજા ઓળખપત્રો કરતા પણ વધારે સુરક્ષિત ગણાવ્યું

આધારકાર્ડને બીજા ઓળખપત્રો કરતા પણ વધારે સુરક્ષિત ગણાવ્યું

યુઆઈડીએઆઈ ઘ્વારા આધારકાર્ડને બીજા ઓળખપત્રો કરતા પણ વધારે સુરક્ષિત ગણાવ્યું છે. તેમને જણાવ્યું કે આધારનો ખોટો ઉપયોગ થાય તેવી આશંકા ખુબ જ ઓછી છે. તેની પાછળ કારણ છે કે આધારમાં સુરક્ષા માટે ઘણા માનકો છે, જેમાં ફિંગરપ્રિન્ટ, સ્કેન, ઓટીપી અને ક્યુઆર કોડનો સમાવેશ થાય છે. જેથી આધાર બીજા ઓળખપત્રો કરતા પણ વધારે સુરક્ષિત છે.

સોશિયલ મીડિયા પર UIDAI ના હેલ્પલાઈન નંબરનો વિવાદ

સોશિયલ મીડિયા પર UIDAI ના હેલ્પલાઈન નંબરનો વિવાદ

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર UIDAI ના હેલ્પલાઈન નંબરનો વિવાદ ચર્ચાઈ રહ્યો છે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોનમાં આપોઆપ UIDAI નો હેલ્પલાઈન નંબર સેવ થવા અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. ફોનમાં આ નંબર કેવી રીતે આવ્યો ક્યાંથી આવ્યો આ અંગે ચર્ચા થઈ રહી છે. વળી UIDAI એ સ્પષ્ટ કર્યુ કે આ મામલે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે એન્ડ્રોઈડ ફોનમાં જે UIDAI નંબર સેવ છે તે જૂનો છે. UIDAI એ ટ્વિટર પર જણાવ્યુ કે છેલ્લા બે વર્ષોમાં UIDAI નો ટોલ ફ્રા નંબર 1947 છે. તેમણે કહ્યુ કે આ અંગે તેમણે કોઈ પણ ટેલિકોમ ઓપરેટર્સ કે ફોન નિર્માતા કંપનીને કોઈ નિર્દેશ આપ્યા નથી.

English summary
Users should not put their Aadhaar number on the internet or social media: UIDAI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X