યુનિયન બેંક ATM થી અચાનક નીકળવા લાગ્યા બે ગણા પૈસા, લૂંટ મચાઈ

Posted By:
Subscribe to Oneindia News

જરા વિચારો જો તમારું એટીએમ અચાનક ડબલ પૈસા આપવા લાગે તો કેવું લાગે? ચોક્કસ તમે ખુશીથી નાચી ઉઠશો. યુપીના અલાહાબાદ માં કંઈક આવી જ ઘટના સામે આવી છે. શહેરના દારગંજ વિસ્તારમાં લગાવેલા યુનિયન બેંક એટીએમ ખલબલી મચાવી રહ્યું છે. ખરેખર આ યુનિયન બેંક એટીએમ માંથી અચાનક બે ગણા પૈસા નીકળી રહ્યા છે. લોકોમાં એટીએમ થી પૈસા નીકળવાની લૂંટ મચી ગયી. જયારે પોલીસને તેની જાણકારી મળી ત્યારે તેમને એટીએમ બંધ કરાવી દીધું અને બેંકને તેની જાણકારી આપી.

union bank

બેંકોને દોઢ લાખ રૂપિયાનો ચૂનો

માત્ર થોડા જ કલાકમાં એટીએમ ઘ્વારા દોઢ લાખ રૂપિયા ઉપાડી દેવામાં આવ્યા. હાલમાં નુકશાનનું સાચું આંકલન થઇ શક્યું નથી. આ રકમ વધી પણ શકે છે. બેંક અધિકારી જગ્યા પર પહોંચીને તપાસ કરી રહ્યા છે. બેંક અધિકારીઓ રકમ ઉપાડનાર ખાતાધારકો ની ડીટેલ કાઢી રહ્યા છે. ત્યારપછી તેમની પાસેથી વસૂલી કરવામાં આવશે.

શુ છે આખો મામલો

અલાહાબાદ માં દારગંજ માં યુનિયન બેંક એટીએમ આવેલું છે. સાંજે લગભગ 5.30 વાગ્યે અજેન્સી વાહન આવ્યું અને પૈસા લોડ કરી એટીએમ ચાલુ કરી જતા રહ્યા. થોડા સમય પછી એટીએમ થી પૈસા ઉપાડવા માટે ગ્રાહક આવ્યો. તેને એટીએમમાં રકમ નાખી ત્યારે તેને ડબલ પૈસા મળ્યા યુવક ચમકી ગયો અને ખુશ થઈને તેના મિત્રોને બતાવવા લાગ્યો. થોડા સમયમાં ખબર ફેલાઈ ગયી અને એટીએમ થી પૈસા ઉપાડવા માટે લાઈન લાગી ગયી. લગભગ 3 કલાકમાં દોઢ સો લોકો ઘ્વારા પૈસા ઉપાડવામાં આવ્યા અને બધાને ડબલ પૈસા મળ્યા. જયારે પોલીસને ખબર પડી ત્યારે તેમને એટીએમ નું શટર પાડીને તેને બંધ કરી દીધું.

English summary
Doubled money suddenly flashed of union bank atm looted in allahabad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.