For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ્રૌપદીને પાંચ પતિ હતા પરંતુ ભાજપના 105 પતિ: ગડકરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ઓક્ટોબર: 5 રાજ્યોમાં વિભાનસભાની ચૂંટણી અને 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીઓ હાંફળી ફાંફળી થઇ જાય એ વાજબી છે. પાર્ટીઓ પોતાને એકબીજા કરતાં સારા સાબિત કરવામાં લાગી છે. એવામાં બોલતાં બોલતાં તેમના મોંઢામાંથી એવું નિકળી જાય છે કે સામેવાળો સાંભળી સ્તબ્ધ થઇ જાય. એવું કંઇક ભાજપના પૂર્વ પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરી સાથે થયું. પાર્ટીમાં અલગ-અલગ વિચારોના સંદર્ભમાં નિતિન ગડકરીએ કહ્યું કે દ્રૌપદીના પાંચ પતિ હતા પરંતુ ભાજપના 105 પતિ હતા. તેમની વાતોનો ઇશારો એ તરફ હતો જે તરફ મહાભારતમાં દ્રૌપદીના પાંચ તેની રક્ષા કરતા હતા જ્યારે ભાજપના 105 સારથી પાર્ટીની પતિ તરીકે રક્ષા કરી રહ્યાં છે.

અંગ્રેજી સમાચાર પત્ર 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા સમાચાર અનુસાર દિલ્હીમાં એક સંમેલન દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે દ્રૌપદી ભાગ્યશાળી હતી કે તેને ફ્ક્ત 5 પતિ હતા. મારી પાર્ટીને તો 105 પતિ છે. જો કે આ સંમેલન હાલની રાષ્ટ્રીય પરિદ્રશ્ય અને વિકલ્પના મુદ્દા પર આયોજીત કરવામાં આવી હતી, જેમાં પોતાની વાત રાખતાં ગડકરીએ આમ કહ્યું હતું. ભાજપમાં ચાલુ અંતકલેહની સ્થિતિ પર ગડકરીએ કહ્યું હતું કે આ પાર્ટી પારિવારવાદી નથી. અહી અલગ-અલગ વિચારધારાઓના લોકો છે. એવામાં સૌની વચ્ચે સહમતિ બેસાડવી સંભવ નથી.

nitin-gadkari.jpg

નિતિન ગડકરીએ ઇશારા-ઇશારામાં કોંગ્રેસ પર હૂમલો કરતાં કહ્યું હતું કે બીજી પાર્ટીઓ 'પરિવાર કેન્દ્રિત' થઇ ગઇ છે. એવામાં કોઇ એક આદમી અથવા પરિવારના હાથોમાં બધી તાકાત આપવી લોકતંત્ર માટે મોટો ખતરો છે. સોનિયા ગાંધી અને રાહુલ પર કટાક્ષ કરતાં નિતિન ગડકરીએ કહ્યું હતું કે અમારા ત્યાં પિતા-પુત્ર, મા-પુત્ર અને એક આદમીની પાર્ટી પણ છે. પોતાની પ્રશંસા કરતાં તેમને કહ્યું હતું કે તે ક્યારેય પ્રોફેશનલ નેતા ન હતા. તેમને કહ્યું કે દરેક પાર્ટીમાં ચાપલૂસ છે અને દરેક પાર્ટીમાં 'ટિકિટ માંગવારનો મેળો' લાગેલો છે.

English summary
Referring to differing views in the party, former BJP president Nitin Gadkari said Draupadi was fortunate, she had five husbands, my party has one hundred and five.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X