ટાયર ફાટતાં સ્પાઈસ જેટના વિમાનનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, જુઓ વીડિયો
ટાયર ફાટતાં સ્પાઈસ જેટના વિમાનનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, જુઓ વીડિયો
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં સ્પાઈસ જેટ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. લેન્ડિંગ અપ્રોચ દરમિયાન વિમાનનું ટાયર ફાટી ગ્યું હોવાનું માલુમ પડ્યું હતું. જે જાણકારી મળી રહી છે તે મુજબ સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી-58 દુબઈથી જયપુર આવી રહી હતી. દુબઈથી ટેકઑફ કરતી વખતે વિમાનનું ટાયર ફાગી ગયું હતું. વિમાનને જયપુર એપોર્ટ પર બીજા પ્રયાસમાં લેન્ડ કરાવવામાં આવ્યું.

પહેલા પ્રયાસમાં વિમાનને લોઅર પાસથી કાઢવામાં આવ્યું. વિમાનને રનવેથી 100 ફીટ ઉંચાઈ પસાર થયું. આ દરમિયાન એન્જીનિયર્સે દૂરબીનથી વિમાનનું ટાયર જોયું અને પછી બીજા પ્રયાસમાં વિમાનને લેન્ડ કરાવવામાં આવ્યું. વિમાનમાં 189 યાત્રીઓ સવાર હતા જેઓ બિલકુલ સુરક્ષિત છે.
#WATCH: SpiceJet Dubai-Jaipur SG 58 flight with 189 passengers onboard made an emergency landing at Jaipur airport at 9:03 am today after one of the tires of the aircraft burst. Passengers safely evacuated. #Rajasthan pic.twitter.com/f7rjEAQt7M
— ANI (@ANI) June 12, 2019
આ પણ વાંચો- ટ્રિપલ તલાક બિલને આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી શકે છે












Click it and Unblock the Notifications
