For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુર્ગા સસ્પેન્સસ કેસ: સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકારી નોટિસ

|
Google Oneindia Gujarati News

akhilesh yadav
લખનઉ, 15 ઑગસ્ટ: નોયડાની આઇએએસ અધઇકારી દુર્ગા શક્તિ નાગપાલના સમર્થનમાં ફેસબુક પર પોસ્ટ કરનાર દલિત બૌધિકની ધરપકડને લઇને સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે જણાવ્યું છે.

જોકે, ઉત્તર પ્રદેશના રામપુરમાં જાણીતા દલિત ચિંતક અને લેખક કંવલ ભારતીને તેમના એક ફેસબુક સ્ટેટસના કારણે ધરપકડ વહોરવી પડી. કંવલ ભારતીએ લખ્યું હતું કે 'અનામત અને દુર્ગાશક્તિ નાગપાલના મામલામાં અખિલેશ યાદવની સમાજવાદી સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ થઇ ગઇ છે.'

ભારતી રામપુરના છે અને તેમણે લખ્યું હતું કે અખિલેશ યાદવ, શિવપાલ યાદવ, આઝમ ખાં અને મુલાયમ સિંહ જનતાથી સંપૂર્ણ રીતે અડગા થઇ ગયા છે. આ સ્ટેટસના કારણે કંવલ ભારતીની તેમના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાનૂની રીતે ખનન અટકાવવાના કારણે અખિલેશ સરકારે આઇએએસ અધિકારી દુર્ગા શક્તિ નાગપાલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા. જેમના સમર્થનમાં આખુ ઉત્તર પ્રદેશ નહીં પરંતુ આખો દેશ તેમના સમર્થનમાં છે. આ મામલો હવે અખિલેશ સરકાર માટે માથાનો દુ:ખાવો બની ગયો છે.

English summary
Durga suspension case : Supreme court notice to Utter pradesh Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X