For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટલીએ ખુદ જણાવ્યું વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા છેઃ રાહુલ ગાંધી

જેટલીએ ખુદ જણાવ્યું વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા છેઃ રાહુલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાફેલ ડીલને પગલે સક્રીય થયેલ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે સંસદમાં રાફેલ મુદ્દા પર ઉગ્ર વિવાદ થયો હતો જેમાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર ભારે પ્રહાર કર્યા હતા. સંસદની કાર્યવાહી ખતમ થયા બાદ બુધવારે સાંજે રાફેલના મુદ્દા પર રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી ફરી એકવાર પ્રહાર કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે ગોવાના સીએમે કેબિનેટ મીટિંગમાં કહ્યું કે મારી પાસે રાફેલ સાથે સંકળાયેલ એક ફાઈલ છે. પાર્રિકર પાસે રાફેલની કઈ ફાઈલ છે? જેનાથી તેઓ પીએમને બ્લેકમેઈલ કરી રહ્યા છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જેટલીએ ખુદ જણાવ્યું કે વિમાનની કિંમત 1600 કરોડ છે.

જેટલી પર કર્યો પ્રહાર

જેટલી પર કર્યો પ્રહાર

રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જેટલી પૂછી રહ્યા છે કે કોંગ્રેસને દરેક વિમાન દીઠ 1600 કરોડ રૂપિયાનો આંકડો ક્યાંથી મળ્યો? હું તમને જણાવી દઉં કે ક્યાંથી મળ્યો છે. જેટલી જીએ સંસદમાં આપેલ પોતાના ભાષણમાં કહ્યું હતું કે આ ડીલ 58000 કરોડની છે, માટે તેને 36થી વિભાજીત કરો, તો તમને કયો આંકડો મળે છે? 1600 કરોડ.

મોદી પર પણ કર્યો પ્રહાર

મોદી પર પણ કર્યો પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું કે, હકીકત આ જ છે 30 હજાર કરોડ અનિલ અંબાણીને આપી દેવામાં આવી, અને ચોકીદાર ચોર છે. જ્યારે કાલના પીએમ મોદીના ઈન્ટર્વ્યૂ પર નિશાન સાધતા કહ્યું કે મને કાલે એમના ઈન્ટર્વ્યૂમાં એખ વાત આશ્ચર્યજનક અને રોચક લાગી, તે એ હતી કે પીએમે કહ્યું કે આરોપ મારી વિરુદ્ધ વ્યક્તિગત રૂપે નથી. પીએમ કઈ દુનિયામાં રહી રહ્યા છે?

નરેન્દ્ર મોદીએ ડીલ બદલી

નરેન્દ્ર મોદીએ ડીલ બદલી

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વિમાનની ડીલ નરેન્દ્ર મોદીએ બદલી અને તેમણે દેશના પૈસા ચોર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ડીલની પ્રક્રિયા બદલી નાખી છે અને એરફોર્સે તેનો વિરોધ કર્યો હતો. રાફેલ પર સરકારને ક્લીન ચિટ મળવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ એમ નથી કહી રહી કે રાફેલ મામલામાં તપાસ ન થવી જોઈએ અથવા આમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો. સુપ્રીમ કોર્ટે એમ કહી રહી છે કે આ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી.

પડકાર ફેંક્યો

પડકાર ફેંક્યો

રાફેલ મામલા પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને પડકાર ફેંકતા કહ્યું કે, હું પીએમની સાથે રાફેલ ડીલ પર આમને-સામને પડકાર ફેંકું છું. તેમણે કહ્યું કે પીએમ મોદીમાં હિંમત હોય તો મારી સાથે 20 મિનિટ સુધી રાફેલ પર ડિબેટ કરે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી પ્રેસ સામે પણ નથી બેસી શકતા. મને પીએમ મોદીની સાથે રાફેલ ડીલ પર વાત કરવામાં જરૂર ખુશી થશે.

બ્લેકમેલ કરી રહ્યા છે મોદી

બ્લેકમેલ કરી રહ્યા છે મોદી

રાહુલ ગાંધીએ એકવાર મનોહર પાર્રિકર અને ટેપનો ઉલ્લેખ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે સવાલ એ છે કે પાર્રિકરજીના બેડરૂમમાં શું જાણકારી અને ફાઈલ છે અને તેની અસર નરેન્દ્ર મોદીજી પર શું છે. તેમણે આરોપ લગાવ્યો કે મનોહર પાર્રિકર રાફેલના મસલા પર પીએમ નરેન્દ્ર મોદીને બ્લેકમેલ કરી રહ્યા છે.

રાફેલ પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને સામસામે બેસીને ડિબેટનો આપ્યો પડકારરાફેલ પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને સામસામે બેસીને ડિબેટનો આપ્યો પડકાર

English summary
earlier jaitley only mentioned 1600 price of rafale jet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X