For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, હિમાચલ-આસામમાં પણ ધરતી હલી

ગુજરાતના રાજકોટમાં સવારે 7.40 કલાકે 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના રાજકોટમાં સવારે 7.40 કલાકે 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે જે વિશે નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીએ માહિતી આપી છે. વળી, હિમાચલ પ્રદેશ અને આસામમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આસામના કરીમગંજમાં આજે 4.1ની તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા અનુભવાયા છે જ્યારે આ પહેલા આજે સવારે હિમાચલના ઉનામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા ત્યાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.3 માપવામાં આવી છે. જો હજુ સુધી ક્યાંય જાનમાલના નુકશાનના સમાચાર નથી. જો કે ઝટકાના કારણે લોકોમાં ભયનો માહોલ છે.

ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, લોકોમાં ભય

ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, લોકોમાં ભય

તમને જણાવી દઈએ કે આ પહેલા 14 જૂને પણ રાજકોટમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે વિશેષજ્ઞોએ કહ્યુ હતુ કે રાજકોટમાં અનુભવાયેલા આ ઝટકા કોઈ મોટો ભૂકંપ હોઈ શકે છે. જો કે એ વખતે પણ કોઈ નુકશનના સમાચાર રાજ્યમાંથી નહોતા. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ સામે લડી રહેલ દેશમાં છેલ્લા અમુક મહિનાઓથી અત્યાર સુધી દિલ્લી-એનસીઆર સહિત પંજાબ, હરિયાણા, ગૌતમબુદ્ધનગર, કાશ્મીર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

શું હોય છે ભૂકંપ

ભૂકંપ પૃથ્વીની સપાટી હલવી તેને ભૂકંપ કહેવાય છે. તે પૃથ્વીના સ્થળ મંડળમાં ઉર્જાના અચાનક મુક્ત થઈ જવાના કારણે ઉત્પન્ન થતી ભૂકંપીય તરંગોના કારણે થાય છે. ભૂકંપ ખૂબ જ ખતરાક પણ હોઈ શકે છે અને અમુક જ ક્ષણોમાં આખા વિસ્તારને ધ્વસ્ત કરવાની તેમાં ક્ષમતા તેમાં હોય છે.

ભૂકંપથી બચવાની સેફ્ટી ટિપ્સ

ભૂકંપથી બચવાની સેફ્ટી ટિપ્સ

  • ધાબા અને પાયાના પ્લાસ્ટરમાં પડેલી તિરાડોનુ સમારકામ કરાવવુ.
  • જો કોઈ સંરચનાત્મક ઉણપના સંકેત હોય તો વિશેષજ્ઞની સલાહ લો.
  • સીલિંગમાં ઉપર(ઓવરહેડ) લાઈટિંગ ફિક્ચર્સ(ઝૂમર વગેરે)ને યોગ્ય રીતે લટકાવો.
  • ભવન નિર્માણના માનકો માટે પાકા વિસ્તારાં પ્રાસંગિતક બીઆઈએસ સંહિતાઓનુ પાલન કરો.

COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો સ્થિતિCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો સ્થિતિ

English summary
Earthquake hits Gujarat, Himachal Pradesh and Assam Today,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X