કેરલ, આસામ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં હાલમાં પેટાચૂંટણી નહિ કરાવાય

અમુક રાજ્યોમાં અત્યારે પેટા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં નહિ આવે.

નવી દિલ્લીઃ ચૂંટણી પંચે હાલમાં જ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કર્યુ હતુ. બિહાર ઉપરાંત ઘણા રાજ્યોમાં પેટા ચૂંટણી થવાની છે પરંતુ ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે અમુક રાજ્યોમાં અત્યારે પેટા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં નહિ આવે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ અને તમિલનાડુમાં હાલમાં પેટાચૂંટણી ન કરાવવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે આ નિર્ણય આ રાજ્યોના મુખ્ય સચિવ અને ચૂંટણી પંચના અધિકારીઓના ઈનપુટના આધારે લીધો છે.

EC

તમને જણાવી દઈએ કે આ ચારે રાજ્યોમાં પેટા ચૂંટણી થવાની હતી. આસામમમાં રંગપાડા અને સિબસાગર કેરળમાં કુટ્ટાનડ અને ચાવરા, તમિલનાડુમાં તિરુવોટ્ટીયૂર ગુડિયટ્ટનમ અને પશ્ચિમ બંગાળમાં ફલકાટા સીટ પર પેટા ચૂંટણી થવાની હતી. પરંતુ આ ચારે રાજ્યોમાં પેટા ચૂંટણી કરાવવા અંગે ચૂંટણી પંચે નિવેદન જારી કરીને કહ્યુ છે કે પંચે નિર્ણય લીધો છે કે આ રાજ્યોની સાતે સીટો પર હાલમાં પેટા ચૂંટણી કરાવવા માટે તારીખોનુ એલાન કરવામાં આવશે નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X