For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પંચે એજેન્સીઓને કહ્યું, છાપો મારતા પહેલા અમને સૂચના આપો

કેન્દ્ર સરકાર પર ચૂંટણી સમયે સરકારી એજેન્સીઓનો ખોટો ઉપયોગ કરવાનો ઘણા વિપક્ષી દળો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર પર ચૂંટણી સમયે સરકારી એજેન્સીઓનો ખોટો ઉપયોગ કરવાનો ઘણા વિપક્ષી દળો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. જેના હેઠળ ચૂંટણી પંચે નાણાં મંત્રાલય આધીન તપાસ એજેન્સીઓને સૂચના આપી છે. ચૂંટણી પંચે તપાસ અને પ્રવર્તમાન એજેન્સીઓને આદેશ આપ્યો છે કે ચૂંટણી પહેલા છાપા નિષ્પક્ષ અને કોઈ પણ ભેદભાવ વિના થવા જોઈએ. આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી પહેલા ચૂંટણી પંચને સૂચના આપવી જોઈએ.

election commission

આ બાબતે તેમને ચૂંટણીના રેવન્યુ ડિપાર્ટમેન્ટને પત્ર લખીને ચેતવણી આપી છે કે ચૂંટણી દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા ખોટી રીતે કરવામાં ના આવે, તેને નિષ્પક્ષ રીતે કરવામાં આવે. ઈન્ક્મ ટેક્સ અને DRI જેવી તપાસ એજેન્સીઓ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હેઠળ કામ કરે છે અને તે નાણાકીય અપરાધો સામે કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો: પીએમ ખતરનાક આતંકી જેવા બની ગયા છે: ચંદ્રાબાબુ નાયડુ

હાલમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને મધ્યપ્રદેશમાં ઘણા નેતાઓ અને તેમની સાથે જોડાયેલા લોકોના ઘરે છાપામારી કરવામાં આવી. આ છાપામારી અંગે સંબંધિત રાજનૈતિક દળો ઘ્વારા કેન્દ્ર સરકાર પર તપાસ એજેન્સીઓનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષી દળો ઘ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર તેમને પરેશાન કરવા માટે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસે અમિત શાહનું નામાંકન રદ કરવાની કરી માંગ, સંપત્તિની ખોટી માહિતી આપ્યાનો આરોપ

ચૂંટણી પંચ ઘ્વારા આ નિર્દેશ જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસ સહીત ઘણા વિપક્ષી દળોના નિવેદન પછી આપવામાં આવ્યું છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેન્દ્રની મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા તેમને નિશાનો બનાવવા માટે સંવિધાનિક એજેન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહી છે.

English summary
EC instructed investigation agencies, says- pre-poll raids must be neutral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X