મોદીનું પોસ્ટર ઉતારવા બદલ મધુસુદન મિસ્ત્રીની અટકાયત

Google Oneindia Gujarati News

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.
ચૂંટણી સંબંધિત સમાચારો પર એક નજર.

મોદીનું હેલિકોપ્ટરને રોકવા બદલ EC આકરા પાણીએ

મોદીનું હેલિકોપ્ટરને રોકવા બદલ EC આકરા પાણીએ

નરેન્દ્ર મોદીને હેલિકોપ્ટરને નવી દિલ્હી અને બરેલી ખાતે રોકવામાં આવ્યું હતું. જેને લઇને નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા દરમિયાન આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવાની વાત કરી હતી. આ વાતને ગંભીરતાથી લઇને ચૂંટણી પંચ પણ આકરા પાણી જોવા મળી રહ્યું છે. ચૂંટણી પંચે નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર શા માટે રોકવામાં આવ્યું હતું તે અંગે તપાસ કરવાના આદેશ આપી દીધા છે.

RSS પાસેથી શીખે કોંગ્રેસઃ એસએમ કૃષ્ણા

RSS પાસેથી શીખે કોંગ્રેસઃ એસએમ કૃષ્ણા

કોંગ્રેસના કદાવર નેતા એસએમ કૃષ્ણાએ માત્ર આરએસએસના વખાણ જ નથી કર્યાં પરંતુ કોંગ્રેસીઓને આરએસએસ પાસેથી શીખ લેવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે, આરએસએસમાં દરેક વ્યક્તિ એક સૂરમાં વાત કરે છે. આપણે આરએસએસ પાસેથી શીખી શકીએ છીએ. આરએસએસ પોતાના ઉમેદવાર માટે પોલિંગ બૂથ સુધી સક્રિય છે. જે કોંગ્રેસમાં જોવા મળતું નથી. કોંગ્રેસના તમામ નેતાઓએ દરેક સ્તરે આ પ્રકારે કામ કરવું જોઇએ.

આ ચૂંટણીમાં સંઘ પહેલાં કરતા વધું સક્રિયઃ RSS

આ ચૂંટણીમાં સંઘ પહેલાં કરતા વધું સક્રિયઃ RSS

સંઘ પરિવાર આ વખતે ચૂંટણીમાં ખુલીને ભાજપને મદદ કરી રહ્યું છે. સંઘે પોતાના કામ અને બેઠકોની ચૂંટણી પણ નક્કી કરી લીધી છે. સૂત્રો અનુસાર દેશભરમાં 114 બેઠકો પર સંઘના સ્વયસંવેક ખુલીને ભાજપને સક્રિય છે. હવે આ વાત સંઘના પ્રતિનિધ રામ માઘવે પણ સ્વિકારી લીધી છે.

.. તો દેશને બરબાદ કરી દેશે મોદીઃ ફારૂક અબ્દુલ્લા

.. તો દેશને બરબાદ કરી દેશે મોદીઃ ફારૂક અબ્દુલ્લા

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જો આ વ્યક્તિ(મોદી) વડાપ્રધાન પદની ખુરશી પર બેસે છે તો તે ભારતના સંવિધાનને ખતમ કરી દેશે. દરેક ધર્મના લોકોને અહીં રહેવાનો અધિકાર છે. આ વ્યક્તિ કહે છે કંઇક અને કરે છે કંઇક. આ ચૂંટણી સભા નેશનલ કોંફ્રેસ અને કોંગ્રેસ તરફથી આયોજીત કરવામાં આવી હતી.

મોદી વિરુદ્ધ બેની અને આઝમની ટિપ્પણીઓ પર ઇસીમાં ફરિયાદ

મોદી વિરુદ્ધ બેની અને આઝમની ટિપ્પણીઓ પર ઇસીમાં ફરિયાદ

નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્મા અને ઉત્તર પ્રદેશના મંત્રી આઝમ ખાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી આયોગને ફરિયાદ કરવામાં કરવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વરૂણ ગાંધીના નિવેદન પર ભડક્યાં સ્મૃતિ ઇરાની

વરૂણ ગાંધીના નિવેદન પર ભડક્યાં સ્મૃતિ ઇરાની

વરૂણ ગાંધી દ્વારા રાહુલ ગાંધી વખાણ કરવામાં આવ્યા બાદ અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની ભડક્યાં છે. તેમણે કહ્યું કે, અમેઠીના લોકોને રોજગારી મળી નથી અને અમેઠીમાં વિકાસ થયો નથી.

પોસ્ટરમાં રાહુલ, મનમોહન ભગાવનના રૂપમાં, કોંગ્રેસને પડ્યું મોંઘું

પોસ્ટરમાં રાહુલ, મનમોહન ભગાવનના રૂપમાં, કોંગ્રેસને પડ્યું મોંઘું

અલ્હાબાદમાં કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહને પોસ્ટરમાં ભગવાનના રૂપમાં દર્શાવ્યા છે. જેની વિરુદ્ધ કેસ દાખલ થયો છે. આ પોસ્ટરમાં મનમોહન સિંહ કૃષ્ણ અને રાહુલ ગાંધીને અર્જુનના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે.

કોંગ્રેસને સમર્થન શાહી ઇમામના ભાઇ વ્યક્ત કરી આપત્તિ

કોંગ્રેસને સમર્થન શાહી ઇમામના ભાઇ વ્યક્ત કરી આપત્તિ

જામા મસ્જિદના શાહી ઇમામ મૌલાના અહમદ બુખારીની કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથેની મુલાકાત પર તેમના નાના ભાઇએ આપત્તિ વ્યક્ત કરી છે. બુખારીના નાના ભાઇ યાહ્યા બુખારીએ કહ્યું કે કોંગ્રેસ પર વિશ્વાસ કરી શકાય નહીં. યાહ્યા બુખારી આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહ્યાં છે.

વરૂણને કોઇએ અમેઠીનો ખોટો વિકાસ બતાવ્યોઃ મેનકા ગાંધી

વરૂણને કોઇએ અમેઠીનો ખોટો વિકાસ બતાવ્યોઃ મેનકા ગાંધી

વરૂણ ગાંધીના અમેઠીના નિવેદનનો વિરોધ સ્મૃતિ ઇરાની બાદ મેનકા ગાંધીએ કર્યો છે. વરૂણ ગાંધીના માતા મેનકા ગાંધીએ કહ્યું છેકે, વરૂણ સીધો સાદો છે. હું અમેઠી ગઇ છું, અમેઠીમાં કોઇ વિકાસ થયો નથી. વરૂણને કોઇએ અમેઠીનો ખોટો વિકાસ બતાવ્યો છે.

મોદીનું પોસ્ટર ઉતારવા બદલ મધુસુદન મિસ્ત્રીની અટકાયત

મોદીનું પોસ્ટર ઉતારવા બદલ મધુસુદન મિસ્ત્રીની અટકાયત

વડોદરામાં નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડવા અને ઉતારવા બદલ કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રીની અટકાયત કરવામાં આવી છે. જે દરમિયાન પોલીસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ દ્વારા પોલીસ જીપ અટકાવવામાં આવી હતી. જેમાં ત્રણ મહિલાઓને ઇજા પહોંચી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

English summary
After demand of bjp Election Commission investigate over chopper delays of modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X