For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્થશાસ્ત્રી અમિત ભાદુડીએ એમેરિટસ પ્રોફેસરશિપનું પદ છોડ્યું, JNU પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા

અર્થશાસ્ત્રી અમિત ભાદુડીએ એમેરિટસ પ્રોફેસરશિપનું પદ છોડ્યું, JNU પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જેએનયૂમાં હિંસાની ઘટના બાદ યૂનિવર્સિટી પ્રશાસન પર ગંભીર આરોપ લગાવતા અમિત ભાદુડીએ એમેરિટસ પ્રોફેસરશિપ છોડી દીધી છે. જેએનયૂ વીસીને લખેલ પત્રમાં ભાદુડીએ યૂનિવર્સિટી પ્રશાસન પર સહમતિનું ગળું દબાવવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે દુખ વ્યક્ત કર્યું છે. ભાદુડી વિશ્વવિદ્યાલયમાં એક યુવા પ્રોફેસર તરીકે 1973માં નિયુક્ત કરવામા આવ્યા હતા, જે બાદ તેમણે વર્ષ 2001માં છોડી મૂક્યું હતું. જે બાદ તેમને એમેરિટસ પ્રોફેસરશિપની ઉપાધી આપવામાં આવી હતી.

amit bhaduri

અમિત ભાદુડીએ પોતાના ઈમેલમાં લખ્યું કે, 'મને લાગે છે કે વિશ્વવિદ્યાલયમાં હવે અસહમતિનું ગળું દબાવનાર આ વ્યાપક અને ભયંકર યોજના વિરુદ્ધ નોંધાવ્યા વિના રહેવું અનૈતિક હશેય' તેમણે આ પત્રમાં લખ્યું છે કે તેઓ પોતાની એમેરિટસ પ્રોફેસરશિપ છોડી રહ્યા છે. ભાદુડીએ યૂનિવર્સિટી પ્રશાસન પર હાલની સ્થિતિથી નિપટવા માટે ખોટા હથકંડા અપનાવવાનો આરોપ લગાવ્યો.

જ્યારે સમગ્ર મામલે જેએનયૂ વીસી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. જેએનયૂ વીસી એમ જગદીશ કુમારે કહ્યું કે તેમણે પોતાના કાર્યકાળણાં આવી કોઈ ચિઠ્ઠી જોઈ નથી. તેમણે કહ્યું કે તેઓ એમેરિટસ પ્રોફેસર્સના યોગદાનનું સન્માન કરે છે, જો કે આ એક માનદ પદ છે, પરંતુ તેમના ફેસલાના ગુણ-દોષ પર તેઓ કોઈ ટિપ્પણી નહિ કરે.

ભાદુડીએ કહ્યું કે હવે આ તફાવત આવી ગયો છે કે ના માત્ર યૂનિવર્સિટી પ્રશાસનના અધિકારી હાલાતથી નિપટવામાં અક્ષમ છે, બલકે દલિલ અને ચર્ચાના સ્વતંત્ર અને જીવંત માહોલને જાણીજોઈને ગળું દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, જ્યારે જેએનયૂ પોતાના માહોલ માટે જ દેશભરમાં માનવામાં આવે છે.

દિલ્લી વિધાનસભા ચૂંટણી 2020: નામાંકન પ્રક્રિયા આજથી શરૂ, 7 દિવસમાં જાહેર થશે ઉમેદવારોના નામદિલ્લી વિધાનસભા ચૂંટણી 2020: નામાંકન પ્રક્રિયા આજથી શરૂ, 7 દિવસમાં જાહેર થશે ઉમેદવારોના નામ

English summary
economist amit bhaduri resigns as Emeritus Professorship in protest against JNU administration
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X