For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1000 લોકોનું ધર્મ પરિવર્તન કરાવનારા મૌલાના સામે EDએ કેસ નોંધ્યો

1000 લોકોનું ધર્મ પરિવર્તન કરાવનારા મૌલાના સામે EDએ કેસ નોંધ્યો

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે પાછલા અઠવાડિયે બે મુસલમાન ધર્મગુરુ વિરુદ્ધ ષડયંત્ર અને ધનની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. યુપી એટીએસે પકડેલા મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાજી જહાંગીર આલમ કાસમીની ધરપકડ દિલ્હીના જામિયા નગર વિસ્તારમાંથી થઈ હતી. તેમના પર 1000થી વધુ લોકોનો ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ છે. ઈડીએ હવે ધર્મ પરિવર્તન રેકેટ સામે મની લોન્ડ્રિંગ કેસ પણ નોંધ્યો છે. ઈડીએ આ કેસમાં દિલ્હીના જામિયા નગર નિવાસી મુફ્તી કાજી જહાંગીર આલમ કાસમી અને મોહમ્મદ ઉમર ગૌતમને મુખ્ય આરોપી બનાવ્યા છે. આ મામલે ઈડી વિદેશી ફંડિંગ અને મની લોન્ડ્રિંગના એન્ગલથી તપાસ કરશે.

પૈસા-નોકરીની લાલચ આપી મુસલમાન બનાવતા હતા

પૈસા-નોકરીની લાલચ આપી મુસલમાન બનાવતા હતા

ઉત્તર પ્રદેશના એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે ગત એક વર્ષમાં આ બંને મૌલાનાઓએ સાથે મળીને 350 લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આ રેકેટે ગત 2 વર્ષમાં 1000 લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. યુપી પોલીસનું કહેવું છે કે આ બંને ધર્મગુરુ મૂક-બધિર બાળકો, મહિલાઓ અને કમજોર તથા ગરીબ લોકોને પૈસા અને નોકરીની લાલચ આપી મુસલમાન બનાવી રહ્યા હતા.

પાકિસ્તાનની ISIથી ફંડ મળતું

પાકિસ્તાનની ISIથી ફંડ મળતું

પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે આ કામ માટે આ મૌલાનાઓને પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈ અને વિદેશોથી ફંડિંગ મળતું હતું. પોલીસનું કહેવું છે કે ષડયંત્ર અંતર્ગત દેશના સૌહાર્દને બગાડવાની કોશિશ કરવામાં આવી રહી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે ગેંગસ્ટર અધિનિયમ અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અંતર્ગત આ રેકેટ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ આ રેકેટમાં સામેલ લોકોની પ્રોપર્ટી જપ્ત કરવાના પણ આદેશ આપ્યા છે.

જન્મજાત હિન્દુ હતો એક મૌલાના

જન્મજાત હિન્દુ હતો એક મૌલાના

મીડિયા રિપોર્ટ્સ મુજબ પકડાયેલા એક મૌલાનામાંથી ઉમર ગૌતમ જન્મજાત હિન્દુ હતો. પરંતુ સાડા ત્રણ દશકા પહેલા 20 વર્ષની ઉંમરમાં તેણે હિન્દુ ધર્મ છોડી ઈસ્લામ અંગિકાર કરી લીધો હતો. ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ ઉમર ગૌતમ દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં દાવા સેન્ટર ચલાવતો હતો. તેમાં તે અન્ય ધર્મોને છોડી ઈસ્લામ અપનાવવા માટે લોકોને પ્રેરિત કરતો હતો.

યુપી પોલીસનો આરોપ છે કે ઉમર ગૌતમ મોટી સંખ્યામાં બિન મુસલમાન મહિલાઓને પહેલાં ધર્મ પરિવર્તન કરાવતો હતો અને પછી કોઈ મુસલમાન સાથે તેના લગ્ન કરાવી દેતો હતો. પોલીસે કહ્યું કે ઉમર ગૌતમ પોતાની દાવા સેન્ટર દ્વારા વિદેશોથી ફંડિંગ મેળવતો હતો.

English summary
ED registered a case against Maulana for taking fund from ISI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X