For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુ્ન્દ્રાને EDની નોટિસ, ઈકબાલ મિર્ચી મામલે પૂછપરછ થશે

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુ્ન્દ્રાને EDની નોટિસ, ઈકબાલ મિર્ચી મામલે પૂછપરછ થશે

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના ઈકબાલ મિર્ચી સાથે સંબંધ બનાવવાને લઈ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડીએ રાજ કુન્દ્રાની પૂછપરછ માટે તેમને 4 નવેમ્બરે મુંબઈ સ્થિત ઈડી ઑફિસ બોલાવ્યા છે. જણાવી દઈએ કે ઈકબાલ મિર્ચીની સંપત્તિઓની ડીલ કરવામાં મહત્વનો રોલ નિભાવનાર રણજીત સિંહ બિન્દ્રા અને કુન્દ્રા વચ્ચે વ્યવસાયિક ડીલ થઈ હતી.

raj kundra

મળેલી જાણકારી મુજબ ઈડીને કુન્દ્રાના રંજીત સિંહ બિન્દ્રા સાથે બિઝનેસ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલ કેટલાંક સબૂત મળ્યાં છે. રંજીતની ધરપકડ થઈ ચૂકી છે. આ મામલો 225 કરોડની પ્રોપર્ટી ડીલ સાથે જોડાયેલ છે. આરોપો મુજબ ઈડી પાસે આરકેડબલ્યૂ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાયેલ કેટલાંક કાગળો છે. જેના ડાયરેક્ટર બિન્દ્રા રહી ચૂક્યાં છે અને એંસિયલ હોસ્પિટલથી ટ્રાન્ઝેક્શન થયાં છે. આ હૉસ્પિટલના ડાયરેક્ટર્સમાં શિલ્પા શેટ્ટી પણ છે.

જ્યારે અન્ય એક બિઝનેસમેન ધીરજ વાધવાની પણ આરકેડબલ્યૂ ડેવલપર્સ સાથે જોડાયેલ છે અને સૂત્રો મુજબ શિલ્પા શેટ્ટી સાથે જોડાયેલ કંપનીની લીંકની ઈડી તપાસ કરશે. રણજીત બિન્દ્રા કથિત રીતે ઈકબાલ મિર્ચીના ઈશારે કામ કરી રહ્યો હતો અને તેણે મિર્ચીના સહયોગી હુમાયૂં મર્ચેન્ટ સાથે તેના માટે સંપત્તિની ડીલ પર વાતચીત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સૂત્રોનું કહેવું છે કે આરકેડબલ્યૂએ ઈસેન્શિયલ હૉસ્પિટાલિટીમાં 44.11 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને 31.54 કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપી.

 જમ્મુ-કાશ્મીર: સોપોરમાં બસ સ્ટેન્ડ નજીક ગ્રેનેડે હુમલો, 6 લોકો ઘાયલ જમ્મુ-કાશ્મીર: સોપોરમાં બસ સ્ટેન્ડ નજીક ગ્રેનેડે હુમલો, 6 લોકો ઘાયલ

English summary
ED summons businessman & actor Shilpa Shetty's husband, Raj Kundra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X