For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષણ મંત્રીઓની બધા રાજ્યોના શિક્ષણ સચિવો સાથે મહત્વની બેઠક, 12માંની પરીક્ષા વિશે ચર્ચા સંભવ

કોરોના મહામારીની બીજી લહેરના કારણે સ્થગિત થયેલી CBSEની 12માંની પરીક્ષાઓ માટે શિક્ષણ મંત્રાલય જલ્દી કોઈ ઘોષણા કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે સ્થગિત થયેલી CBSEની 12માંની પરીક્ષાઓ માટે શિક્ષણ મંત્રાલય જલ્દી કોઈ ઘોષણા કરી શકે છે. વાસ્તવમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોમવારે બધા રાજ્યોના શિક્ષણ સચિવો સાથે એક બેઠક કરવાના છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ મીટિંગમાં ત્રણ મોટા એજન્ડા પર ચર્ચા કરવામાં આવી શકે છે જેમાં વર્તમાન સ્થિતિને જોતા CBSEની 12માંની પરીક્ષાઓ સંભવ છે કે નહિ તેના પર ચર્ચા થશે. આ ઉપરાંત કોરોના કાળમાં ઑનલાઈન અભ્યાસ કેટલો કારગર સાબિત થઈ રહ્યો છે તેના પર પણ ચર્ચા થશે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને કાર્યાન્વય અંગે પણ આ મીટિંગમાં ચર્ચા થઈ શકે છે.

Education Minister

શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને આપી હતી માહિતી

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ખુદ આ મીટિંગ અંગે માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, 'હું 17 મેના રોજ સવારે 11 વાગે રાજ્યોના શિક્ષણ સચિવો સાથે યોજાનારી બેઠકમાં ભાગ લઈશ. આ મીટિંગનો ઉદ્દેશ્ય કોવિડની સ્થિતિ, ઑનલાઈન એજ્યુકેશન અને એનઈપી પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરવાનો રહેશે.' તમને જણાવી દઈએ કે રમેશન પોખરિયાલ નિશંક મંગળવારે પણ એક મહત્વની મીટિંગ કરવાના છે. આ મીટિંગ બધા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ સાથે હશે.

Miss Universe 2020: મેક્સિકોની એંડ્રિયા બની મિસ યુનિવર્સMiss Universe 2020: મેક્સિકોની એંડ્રિયા બની મિસ યુનિવર્સ

English summary
Education Minister meeting with all state education secretaries for CBSE 12th exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X