તસવીરોઃ દેશભરમાં બકરી ઇદની ધૂમ, મોદીએ પાઠવી શુભકામના

નવી દિલ્હી, 16 ઓક્ટોબરઃ દેશભરમાં આજે મુસ્લિમો દ્વારા બકરી ઇદની ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ, જયપુર, ભોપાલ, કોલકતા અને નવી દિલ્હી સહિત ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં બકરી ઇદ નીમિત્તે મસ્જિદ અને દરગાહ પર નમાજ અદા કરવા મુસ્લિમ ભાઇઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ઇદ ઉલ જુહાના અવસરે લોકોને શુભકામનાઓ પાઠવી છે.

મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે, કામના કરુ છુ કે આ પર્વ આપણા સમાજમાં ભાઇચારો અને એકતાની ભાવનાને મજબૂત કરે. ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ મુસ્લિમોને શુભકામનાઓ પાઠવી છે. નોંધનીય છે કે, ઇદ ઉલ જુહાને બકરી ઇદના નામે પણ જાણવામાં આવે છે. આ વિશ્વ ભરના મુસ્લિમોમાં બીજો સૌથી મોટો પર્વ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કે દેશના કયા ખૂણામાં કેવી રીતે મનાવામાં આવી રહી છે બકરી ઇદ.

જયપુર

જયપુર

જયપુરમાં ઇદની ઉજવણી કરી રહેલા મુસ્લિમો.

કોલકતા

કોલકતા

કોલકતામાં રેડ રોડ પર ઇદની નમાજ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ચકાસી રહેલા સુરક્ષા કર્મીઓ.

દિલ્હીની જામા મસ્જિદ

દિલ્હીની જામા મસ્જિદ

નવી દિલ્હીમાં જામા મસ્જિદ પાસે ઇદની નમાજ અદા કરી રહેલા મુસ્લિમો.

ફિરોશ શાહ કોટલા મસ્જિદ

ફિરોશ શાહ કોટલા મસ્જિદ

નવી દિલ્હીમાં ફિરોજ શાહ કોટલા મસ્જિદ પર ઇદની નમાજ અદા કરી રહેલા મુસ્લિમો.

શ્રીનગરમાં નમાજ અદા કરી રહેલા કાશ્મિરી મુસ્લિમો

શ્રીનગરમાં નમાજ અદા કરી રહેલા કાશ્મિરી મુસ્લિમો

શ્રીનગરમાં પોલો ગ્રાઉન્ડ ખાતે ઇદની નમાજ અદા કરી રહેલા કાશ્મિરી મુસ્લિમો.

ઓમર અબ્દુલાએ અદા કરી નમાજ

ઓમર અબ્દુલાએ અદા કરી નમાજ

શ્રીનગરમાં હઝરત બલ ખાતે ઇદની નમાજ અદા કરી રહેલાં જમ્મૂ અને કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલા.

હઝરત બલ

હઝરત બલ

શ્રીનગરમાં હઝરત બલ ખાતે જમ્મૂ કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલા સહિત મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાજ અદા કરી હતી.

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં ઇદની નમાજ અદા કરી રહેલા મુસ્લિમો.

ભોપાલ

ભોપાલ

ભોપાલમાં ઇદની નમાજ અદા કરી રહેલા મુસ્લિમ બિરાદરો.

ઇદની ઉજવણી

ઇદની ઉજવણી

નવી દિલ્હીમાં બકરી ઇદ નીમિત્તે જામા મસ્જિદે ઉજવણી કરી રહેલી મુસ્લિમ બાળકીઓ.

હૈદરાબાદ

હૈદરાબાદ

હૈદરાબાદમાં ઇદની નમાજ અદા કરી રહેલા મુસ્લિમો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X