For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન, એમપી સહિત 5 રાજ્યોની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ એક નજરમાં

ચૂંટણી આયોગે શનિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાનામાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી આયોગે શનિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાનામાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધુ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ પી રાવતે જણાવ્યુ કે છત્તીસગઢમાં બે તબક્કામાં અને બાકીના ચાર રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. ચૂંટણીની તારીખોના એલાન સાથે આ પાંચેય રાજ્યોમાં તત્કાળ પ્રભાવથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. આવો આપને વિસ્તારથી જણાવીએ કે પાંચે રાજ્યોમાં ક્યારે મતદાન થશે અને ક્યારે મત ગણતરી થશે.

મધ્યપ્રદેશમાં આ તારીખે થશે મતદાન

મધ્યપ્રદેશમાં આ તારીખે થશે મતદાન

મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ પી રાવતે જણાવ્યુ કે મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. બધી સીટો માટે 28 નવેમ્બરે મતદાન થશે. મધ્યપ્રદેશમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર અને 14 નવેમ્બર સુધી નામ પાછુ લઈ શકાશે. મતોની ગણતરી 11 ડિસેમ્બરે થશે. બધી સીટો પર વીવીપેટ મશીન દ્વારા મતદાન થશે.

આ પણ વાંચોઃ મતબેંકની રાજનીતિ કરનારાને દેશના કોઈ ખૂણામાં ઘૂસવા ના દેતાઃ પીએમ મોદીઆ પણ વાંચોઃ મતબેંકની રાજનીતિ કરનારાને દેશના કોઈ ખૂણામાં ઘૂસવા ના દેતાઃ પીએમ મોદી

છત્તીસગઢમાં બે તબક્કામાં થશે મતદાન

છત્તીસગઢમાં બે તબક્કામાં થશે મતદાન

છત્તીસગઢ નક્સલ પ્રભાવિત રાજ્ય છે એટલા માટે 90 સીટોવાળા આ રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે. છત્તીસગઢમાં પહેલા તબક્કામાં 18 સીટો પર 12 નવેમ્બરે મતદાન યોજાશે. પહેલા તબક્કાની સીટો માટે નામાંકનની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર અને નામ પાછુ લેવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર છે. વળી બીજા તબક્કામાં 72 સીટો માટે 20 નવેમ્બરે મતદાન થશે. બીજા તબક્કામાં નામાંકન કરવાની છેલ્લી તારીખ 2 નવેમ્બર અને નામ પાછુ લેવાની છેલ્લી તારીખ 5 નવેમ્બર છે. બધી સીટો માટે મત ગણતરી 11 ડિસેમ્બરે થશે.

રાજસ્થાનમાં ક્યારે થશે મતદાન અને મતગણતરી

રાજસ્થાનમાં ક્યારે થશે મતદાન અને મતગણતરી

મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ પી રાવતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે રાજસ્થાનમાં બધી સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. રાજસ્થાનની બધી 200 સીટો માટે સાત ડિસેમ્બરે મતદાન થશે. બધી સીટો પર મતદાન વીવીપેટ મશીન દ્વારા થશે. છત્તીસગઢમાં નામાંકન કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર અને નામ પાછુ લેવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર છે. 11 ડિસેમ્બરે બધી સીટો પર થયેલ ચૂંટણીની મતગણતરી થશે.

મિઝોરમમાં એક જ તબક્કામાં થશે મતદાન

મિઝોરમમાં એક જ તબક્કામાં થશે મતદાન

પાંચે રાજ્યોમાં સૌથી નાના રાજ્ય મિઝોરમમાં 40 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. મિઝોરમમાં બધી સીટો માટે 28 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. નામાંકનની છેલ્લી તારીખ 9 નવેમ્બર અને 14 નવેમ્બર સુધી નામ પાછુ લઈ શકાશે. નામાંકન પત્રોની સ્ક્રૂટીની 12 નવેમ્બરે થશે. બધી સીટો પર મતોની ગણતરી 11 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

તેલંગાનામાં આ તારીખે થશે મતદાન

તેલંગાનામાં આ તારીખે થશે મતદાન

પાંચમાં ચૂંટણી રાજ્ય તેલંગાનામાં 119 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ પી રાવતે જણાવ્યુ કે તેલંગાનામાં 7 ડિસેમ્બરે મતદાન થશે. અહીં 12 નવેમ્બરે ચૂંટણીની અધિસૂચના જારી કરવામાં આવશે. નામાંકન કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર અને નામ પાછુ લેવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર છે. બધી સીટો પર 11 ડિસેમ્બરે મતગણતરી થશે.

આ પણ વાાંચોઃ જાણો રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીનું આખુ શિડ્યુલઆ પણ વાાંચોઃ જાણો રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીનું આખુ શિડ્યુલ

English summary
Election Commission Announces Election Dates for Madhya Pradesh, Chhattisgarh, Rajasthan, Mizoram and Telangana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X