હિમાચલ પ્રદેશમાં વાજપેયના ફોટાવાળી બેગ પ્રતિબંધ

મુખ્ય ચૂંટણી અધિકારી વીએસ સંપત્તે રવિવારે પત્રકારો સમક્ષ આ વાત કરી હતી. આયોગની ઉચ્ચસ્તરીય ટીમે રાજકીય દળોના પ્રતિનિધિઓ અને પ્રદેશના વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આયોગે ચૂંટણીની તૈયારીઓ સંતોષ વ્યક્ત કર્યો હતો. આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું સખતપણે પાલન થાય તે માટે વહિવટી અધિકારીઓ અન પોલીસ ઓફિસરોને દિશાનિર્દેશ આપ્યાં હતાં.
મુખ્ય ચૂંટણી આયુક્તે કહ્યું હતું કે આયોગ પેડ ન્યૂઝને લઇને સતત નજર રાખે છે. તેના માટે જિલ્લાસ્તર પર જિલ્લા આયોગ અધિકારી, રાજ્ય સ્તરે મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ રાષ્ટ્રીય સ્તરે મુખ્ય ચૂંટણી અધિકારીની આગેવાની હેઠળ નજર સમિતીઓની રચના કરવામાં આવી છે. સંપત્તે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશ માટે ગર્વની વાત છે કે આ અહીંયા સો ટકા મતદાન ઓળખપત્ર બનાવવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
