અખિલેશ અને મારી વચ્ચે કોઇ વિવાદ નથી-મુલાયમ સિંહ યાદવ

Written By:
Subscribe to Oneindia News

સમાજવાદી પાર્ટીમાં જામેલા ઘણસાણમાં આજે ઘણો મહત્વનો દિવસ છે. મુલાયમ સિંહ યાદવ ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યા છે અને ત્યાં સપા પર પોતાના સ્વામિત્વનો દાવો કરશે. પંચ દ્વારા સપાના છૂટા પડેલા બંન્ને દળોને 9 જાન્યૂઆરી સુધીમાં પોતાની એફિડેવિડ જમા કરવાનું કહેવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ સાથે મુલાકાત કરવ માટે મુલાયમ સિંહ સાથે શિવપાલ યાદવ અને અમર સિંહ પહોંચ્યા હતા. તો બીજી બાજુ અખિલેશનું દળ પણ 2.30 વાગ્યે ચૂંટણી પંચ પહોંચ્યા હતા.

mulayam singh yadav

મારી અને અખિલેશ વચ્ચે કોઇ વિવાદ નથી

ચૂંટણી પંચ સાથેની મુલાકાત બાદ મુલાયમ સિંહ યાદવે તેમના પરિવારમાં ચાલી રહેલા વિવાદ અંગે કહ્યું કે, આ બધા પાછળ માત્ર એક વ્યક્તિ જવાબદાર છે અને આ મામલો જલ્દી જ ઉકેલાઇ જશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, મારા પુત્ર અને મારી વચ્ચે કોઇ જાતનો વિવાદ નથી. પક્ષની અંદર ચાલી રહેલા વિવાદને જલ્દી જ ઉકેલ લાવવામાં આવશે.

અહીં વાંચો - 17 જાન્યૂઆરી સુધીમાં નિર્ણય ન લેવાયો, તો 'સાયકલ' ચિહ્ન થશે રદ્દ

અખિલેશને મળવું જોઇએ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન

અખિલેશના દળ તરફથી રોમગોપાલ યાદવ પહેલા જ ચૂંટણી પંચ સમક્ષ પોતાનો દાવો કરી ચૂક્યાં છે, તેમણે સાંસદો, ધારાસભ્યો સહિત પાર્ટીના તમામ મહત્વના પદાધિકારીઓની એફિડેવિટ ચૂંટણી પંચને જમા કરાવી છે અને સાથે જ એવો દાવો પણ કર્યો છે કે, 90 ટકા પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો અખિલેશ સાથે છે. તેમણે અખિલેશ યાદવને સપાના અધ્યક્ષ તરીકે રજૂ કરતાં કહ્યું કે, અખિલેશના પક્ષવાળી પાર્ટી જ ખરી સમાજવાદી પાર્ટી છે અને આથી પાર્ટીનું ચૂંટણી ચિહ્ન અખિલેશ યાદવને જ મળવું જોઇએ.

English summary
Election commission to take final call on Samajwadi party Mulayam to claim his stake. Mulayam Singh will give his documents to EC.
Please Wait while comments are loading...