17 જાન્યૂઆરી સુધીમાં નિર્ણય ન લેવાયો, તો 'સાયકલ' ચિહ્ન થશે રદ્દ

Written By:
Subscribe to Oneindia News

સમાજવાદી પાર્ટીમાં ચૂંટણી ચિહ્નને લઇને વાતાવરણ ઉગ્ર બન્યું છે. બે ભાગલાઓમાં વહેંચાયેલા સપા પક્ષના બંન્ને નેતાઓ સાયકલના ચિહ્ન પર દાવો કરી રહ્યાં છે. અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે જો ચૂંટણી પંચ એ વાતનો નિર્ણય ન કરી શકે કે પાર્ટીમાં કોની પાસે વધુ બહુમત છે, તો તે સાયકલના ચૂંટણી ચિહ્ન પર જ રોક લાગવે એવું બને. ઉપલબ્ધ જાણકારી અનુસાર, જો એક નિશ્ચિત સમયમાં આ વાતનો નિર્ણય ન થઇ શક્યો તો ચૂંટણી પંચ આ ચિહ્ન પર રોક લગાવી દેશે.

mulayam akhilesh

અહીં વાંચો - ઓપિનિયન પોલઃ પૂર્ણ બહુમત સાથે ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવશે ભાજપ

સપા પક્ષના છૂટા પડેલા બંન્ને દળોએ પોતપોતાના દસ્તાવેજ ચૂંટણી પંચને આપ્યા છે. ચૂંટણી પંચ દ્વારા બંન્ને દળોને 9 જાન્યૂઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે, જેથી તેઓ એફિડેવિટ દાખલ કરે. સૂત્રો અનુસાર 17 જાન્યૂઆરી સુધીમાં જો એ નક્કી ન થઇ શક્યું કે સપામાં બહુમત કોની પાસે છે, તો શક્ય છે કે આ ચૂંટણી ચિહ્ન જ સિઝ કરવામાં આવે.

યુપીમાં મતદાનના પહેલા તબક્કા દરમિયાન એક સૂચના લાગુ કરવામાં આવશે, 2 ફેબ્રૂઆરીના રોજ આ સૂચના લાગુ થયા બાદ ચૂંટણી ચિહ્ન વહેંચવાનું કામ નહીં થઇ શકે, કારણ કે ત્યાર બાદ ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા શરૂ થશે. આવી પરિસ્થિતિમાં સપાના છૂટા પડેલા આ બંન્ને દળો વચ્ચે ચૂંટણી ચિહ્નને લઇને કોઇ સમજૂતી ન થઇ તો તેઓ એક જ ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી શકશે નહીં. આથી હવે ચૂંટણી પંચ પાસે આ સમસ્યાને બને એટલી જલ્દી ઉકેલવા સિવાય બીજો કોઇ ઉપાય નથી.

અહીં વાંચો - ગાંધીનગરમાં યોજાયો અદ્ઘભૂત Air Show; જુઓ તસવીરો

ઉત્તરાખંડ ક્રાંતિ દળમાં પણ આવી હતી સમસ્યા

નોંધનીય છે કે, વર્ષ 2011માં ઉત્તરાખંડ ક્રાંતિ દળ સાથે પણ કંઇક આવું જ થયું હતું. પાર્ટીની અંગર મતભેદ થતાં બંન્ને દળોને અલગ નામ અને અલગ ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું હતું. આવું થવા પાછળનું કારણ એ હતું કે, બંન્ને પક્ષોએ પાર્ટીના મૂળ ચૂંટણી ચિહ્ન પર દાવો કર્યો હતો. એ સમયે ચૂંટણી પંચના ત્રિવેંદર સિંહ પવારને ઉત્તરાખંડ ક્રાંતિ દળ (પી)ને કપ પ્લેટ તથા દિવાકર ભટ્ટના પક્ષને જનતાંત્રિક ઉત્તરાખંડ ક્રાંતિ દળ નામ સાથે પતંગનું ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું હતું.

English summary
Election commission to solve the Samajwadi party symbol issue before 17 January.
Please Wait while comments are loading...