ચુનાવ આયોગે રાહુલ ગાંધી અને અમિત શાહ ના વિમાનની તલાશી લીધી

Posted By:
Subscribe to Oneindia News

કર્ણાટક માં 12 મેં દરમિયાન વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે. તેના માટે ભાજપ અને કોંગ્રેસ નેતા પ્રચાર કરવા માટે કોઈ પણ કસર નથી છોડી રહ્યા. મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ના વિમાનની ચુનાવ આયોગ ઘ્વારા જાંચ કરવામાં આવી હતી. આ બંને નેતા કર્ણાટકમાં ચુનાવ પ્રચાર કરવા માટે આવ્યા હતા.

rahul gandhi amit shah

જણાવવામાં આવી રહ્યું છે કે કર્ણાટકમાં હુબલી વિમાન મથક પર ઉતર્યા પછી મંગળવારે ચુનાવ આયોગ અધિકારીઓ ઘ્વારા તેમના વિમાન અંગે તલાશી લેવામાં આવી હતી. આ તલાશી લેવામાં જિલ્લા સ્તરના ત્રણ અધિકારીઓ પણ શામિલ હતા.

ચુનાવ આયોગ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે કર્ણાટકમાં નિષ્પક્ષ ચુનાવ કરવા માટે ચુનાવ આયોગ ઘ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.

તલાશી લીધા પછી કર્ણાટક ના ધારવાડ જિલ્લાના ઉપયુક્ત એમબી બોમ્માનહલ્લી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની અચાનક જાંચ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને અમિત શાહ જે વિમાન ઘ્વારા પહોંચ્યા તેમની તલાશી લેવામાં આવી તેમની પાછળ તેમની કોઈ પણ અહિત કરવા માટેની ઈચ્છા ના હતી.

કર્ણાટક પહોંચતા જ ચુનાવ નોડલ અધિકારી કરપાળે, હીરે ગૌડા અને યોગાનંદ ના નેતૃત્વમાં ટીમ ઘ્વારા નેતાઓના વિમાનની ચકાસણી કરવામાં આવી. તપાસ પછી હીરે ગૌડા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની સામાનમાં કઈ પણ મળ્યું નથી. અમિત શાહ સાથે બીજા બે લોકો પણ હતા.

English summary
Election commission officials search planes rahul gandhi amit shah

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.